વેરાવળ સી ફૂડ એક્ષ્પોર્ટસ એસો.ના પ્રમુખ તરીકે રાજેશ ચામડીયા નિયુક્ત
વેરાવળ સી ફૂડ એક્ષ્પોર્ટસ એશોસીએશન ઓફ ઇન્ડિયા (ગુજરાત રીજન ) ની વાર્ષિક સાધારણ સભા તા. 08.11.2025 ના રોજ સાંજે 05:00 વાગે હોટેલ ક્રિષ્ના બીચ રિસોર્ટ ખાતે રાખવામાં આવેલ તેમાં પ્રમુખ કેતનભાઈ સુયાણી, ઉપપ્રમુખ વિરેન્દ્રભાઈ જુંગી (પોરબંદર) સેક્રેટરી નરેશભાઈ વણીક તેમજ મેનેજીંગ કમીટી ના મેમ્બર લખમભાઈ ભેંસલા, જગદીશભાઈ ફોફંડી, કેની થોમસ, કરશનભાઈ સલેટ, કિશનભાઈ ફોફંડી, ઈસ્માઈલભાઈ મોઠીયા, ધનસુખભાઈ પીઠડ, તથા માંગરોળ થી હીરાભાઈ ખેતળપાળ, હરેશભાઈ સોલંકી તેમજ પોરબંદર, માંગરોળ, વેરાવળ તથા દીવ ના મોટી સંખ્યા માં એક્ષ્પોર્ટસ હાજર રહ્યા હતા.
સેક્રેટરી નરેશભાઈ વણીક એ પ્રમુખ તેમજ મેનેજીંગ મેમ્બરની અધ્યક્ષતામાં સભાનિ કાર્યવાહી શરૂૂ કરેલ. તેમજ ઓડીટેડ 2024-25ના વાર્ષિક હિસાબો તેમજ ઓડીટ રિપોર્ટને સર્વાનુમતે બહાલી આપવામાં આવી હતી. રોટેશન મુજબ પ્રમુખ, ઉપ પ્રમુખ, સેક્રેટરી, તેમજ મેનેજીંગ કમેટીના મેમ્બરની મુદત પૂરી થતી હોય તેથી જગદીશભાઈ ફોફંડી તેમજ કેની થોમસ દ્વારા નવા પ્રમુખ તરીકે રાજેશભાઈ કરશનભાઈ.ચામડીયા (કે.આર.સી ફૂડ)ના નામની દરખાસ્ત કરતા કમિટીના સભ્યો દ્વારા ટેકો આપતા હાજર સર્વે સભ્યો દ્વારા સર્વાનુમતે રાજેશભાઈ ચામડીયાને પ્રમુખ તરીકે નિયુકતી કરવામાં આવી હતી અને સાથે સાથે ઉપપ્રમુખ તરીકે ધર્મેશભાઈ ચુડાસમા (સી સ્ટાર ફ્રોઝેન ફૂડસ -પોરબંદર) તેમજ સાજીદભાઈ પટણી(સન એક્ષ્પોર્ટસ -વેરાવળ) તેમજ સેક્રેટરી તરીકે નરેશભાઈ ગોહેલ (ગોહેલ એક્ષ્પોર્ટસ) તેમજ મેનેજીંગ કમિટીના 20 સભ્યોથી વધારી 26 સભ્યોની સર્વાનુમતે નિયુક્તિ કરવામાં આવેલ છે.
તેમજ વર્ષાબેન માલામડી ને 2025-26 તથા 2026 -27 ના હિસાબી વર્ષ માટે ઓડીટર તરીકે નિમણુંક કરવામાં આવેલ છે. કેતનભાઈ સુયાણીની પ્રમુખ તરીકે ની ટર્મ પૂરી થતી હોય તેમના વિદાય સન્માનમાં લખમભાઈ ભેંસલા દ્વારા તેમને સાલ ઓઢાળી તેમનું સન્માન કરવામાં આવ્યું હતુ. તેમજ પોતાનો પ્રમુખ તરીકેના વિદાય લઇ રહેલ હતા ત્યારે કેતનભાઈ સુયાણી એ તેમના વ્યક્તવ્ય માં સર્વે એક્સપોર્ટ્સનો આભાર માનતા પોતાના પ્રમુખ તરીકેના કાર્યકાળ દરમિયાન જે કઇ કાર્યો થયા તેની બધીજ માહીતી આપી અને સાથોસાથ અત્યારે સી ફૂડ ઇન્ડસ્ટ્રી જે કપરી પરીસ્થિતિ માંથી પસાર થઇ રહ્યુ છે તેમાંથી વહેલેસર નીકળી જશે તેવી આશા વ્યકત કરી હતી.