ઈ પેપરવિશેષ અંકવ્યવસાયઆંતરરાષ્ટ્રીય
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
રાજકોટSportsક્રાઇમગુજરાતરાષ્ટ્રીયReligious
Advertisement

અમિત ખૂંટ આપઘાત કેસમાં રાજદીપસિંહ જાડેજાનાં રિમાન્ડ પૂરા થતાં જૂનાગઢ જેલ હવાલે

04:19 PM Nov 14, 2025 IST | admin
Advertisement

રીબડાનાં ચર્ચિત બનેલા અમીત ખુંટ આપઘાત પ્રકરણ માં મુખ્ય આરોપી પૈકીનાં રીબડાનાં રાજદિપસિંહ અનિરુદ્ધસિંહ જાડેજા બનાવનાં છ મહીના ફરાર રહ્યા બાદ સોમવાર રાત્રે ગોંડલ તાલુકા પોલીસ માં સરેન્ડર થતા પોલીસે તેની ધરપકડ કરી કાર્યવાહી હાથ ધરી રિમાન્ડ માટે કોર્ટ માં રજુ કરાતા કોર્ટ દ્વારા બે દિવસ નાં રિમાન્ડ મંજુર કરાયા હતા.

Advertisement

રિમાન્ડ આજે પુરા થતા હોય પોલીસે રાજદિપસિંહ ને કોર્ટમાં રજુ કરતા રાજદિપસિંહે રિબડા પેટ્રોલ પંપ ઉપર ફાયરીંગ કરનાર એક આરોપી ગોંડલ સબજેલ માં હોય પાતાને જાન ઉપર જોખમ હોવાથી જુનાગઢ જેલ માં મોકલવા લેખીત રજુઆત કરી હતી.જે ધ્યાને લઇ કોર્ટે રાજદિપસિંહ ને જુનાગઢ જેલ હવાલે કરતો હુકમ કરતા પોલીસે તેને જુનાગઢ જેલ હવાલે કર્યા હતા.

રીબડા રહેતા અમીત દામજીભાઇ ખુંટે તા.5/5/2025 નાં પોતાની વાડીએ ગળાફાંસો ખાઇ આપઘાત કર્યો હતો.અમીતે લખેલી સ્યૂસાઈડ નોટ માં પોતાને ખોટી રીતે હનીટ્રેપ માં ફસાવી મરવા મજબુર કરવા અંગે અનિરુદ્ધસિંહ મહિપતસિંહ જાડેજા તથા તેના પુત્ર રાજદિપસિંહ સહિત નાં નામ લખ્યા હોય તાલુકા પોલીસે ગુન્હો નોંધી તપાસ હાથ ધરી હતી.દરમ્યાન અનિરુદ્ધસિંહ તથા રાજદિપસિંહ ફરાર થઇ ગયા હતા.એક દોઢ માસ પહેલા આ બનાવમાં અનિરુદ્ધસિંહ કોર્ટ માં સરેન્ડર થતા પોલીસે તેનો કબજો સંભાળી રીમાંન્ડ સહિત ની કાર્યવાહી બાદ જેલ હવાલે કરાયા હતા.

દરમ્યાન પોલીસ ફરિયાદ નાં છ મહીના બાદ સોમવાર રાત્રીનાં રાજદિપસિંહ તાલુકા પોલીસ માં સરેન્ડર થયા હતા. અમીત ખુંટ આપઘાત પ્રકરણ માં પોલીસ ફરિયાદ થયા બાદ રાજદિપસિંહે ગોંડલ સેશન્સ કોર્ટ, હાઇકોર્ટ તથા સુપ્રીમ કોર્ટ માં આગોતરા જામીન માટે અરજી કરી હતી.પરંતુ તમામ કોર્ટ માં આગોતરા જામીન નામંજુર થયા હતા.આખરે તાલુકા પોલીસ માં સરેન્ડર થયા હતા. આ ચકચારી કેસ નો અન્ય આરોપી રહીમ મકરાણી નાશતો ફરતો હોય હજુ સુધી પોલીસ પક્કડ થી દુર છે.

Tags :
Amit Khunt suicide casegondalgondal newsgujaratgujarat newsRajdeepsinh Jadeja
Advertisement
Next Article
Advertisement