દોઢસો ફૂટ રિંગ રોડ પર વિંગ્સ એપાર્ટમેન્ટમાં રાજસ્થાની યુવાનનો ગળેફાંસો ખાઇ આપઘાત
રાજકોટ શહેરના દોઢસો ફુટ રીંગ રોડ પર ફોર્ચ્યુન હોટલની બાજુમા આવેલા વીંગ્સ એપાર્ટમેન્ટમા રાજસ્થાની યુવાને ગળેફાંસો ખાઇ આપઘાત કરી લેતા શોક છવાઇ ગયો છે. આ મામલે 108ના સ્ટાફે ઘટના સ્થળે પહોંચી યુવાનને મૃત જાહેર કર્યો હતો અને પોલીસને જાણ કરતા તાલુકા પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલે ઘટના સ્થળે પહોંચી મૃતદેહને પીએમ માટે સિવિલ હોસ્પિટલે ખસેડયો હતો.
વધુ વિગતો મુજબ ફોર્ચ્યુન હોટલની બાજુમા આવેલા વીંગ્સ એપાર્ટમેન્ટના દસમા માળે રહેતા ભુપેન્દ્રસિંહ છગનસિંહ રાવત નામના ર1 વર્ષના યુવાને ગઇકાલે બપોરના સમયે પોતાના ફલેટ પર ગળેફાંસો ખાઇ લેતા 108 ના ઇએમટી જોશનાબેન પરમાર તેઓને જોઇ તપાસી મૃત જાહેર કર્યો હતો.
આ મામલે તાલુકા પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલ ભગીરથસિંહ ખેર અને સ્ટાફે કાગળો કર્યા હતા. પોલીસમાથી જાણવા મળ્યુ હતુ કે યુવાન બે ભાઇમા મોટો અને અપરણીત હતો. તેમજ તે મુળ રાજસ્થાનનો વતની હતો. આપઘાતનુ કારણ જાણવા પોલીસે વધુ તપાસ શરૂ કરી છે.