જૂનાગઢમાં 38 લાખના તલની ઉચાપત કરનાર રાજસ્થાની ટ્રકચાલક ઝડપાયો
જૂનાગઢ પોલીસની સતર્કતા અને ટેકનિકલ સર્વેલન્સને કારણે લાખો રૂૂપિયાના માલની ઉચાપત કરનાર આરોપીને માત્ર ચાર દિવસમાં જ રાજસ્થાનથી પકડી પાડવામાં આવ્યો છે. જૂનાગઢના દોલતપરા માર્કેટિંગ યાર્ડમાંથી તલ ભરીને નીકળેલો ટ્રક તેના નક્કી કરેલા સ્થળે ન પહોંચતા પોલીસે આ ગુનાનો ભેદ ઉકેલી નાખ્યો છે.
જૂનાગઢ એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદીએ તા. 27/9/2025ના રોજ ફરિયાદીએ ફરિયાદ નોંધાવી હતી જેમા કુલ 800 કટ્ટા સફેદ તલ (વજન: 36,150 કિલોગ્રામ) જેની કુલ કિંમત GST સાથે આશરે રૂૂપિયા 37,95,750 થતી હતી. આ તલનો જથ્થો ટેઇલર (રજી. નં. RJ-47-GA-7634) માં ભરીને જૂનાગઢથી મધ્યપ્રદેશના ગ્વાલિયર ખાતે શીતલ ઇન્ડસ્ટ્રીઝમાં પહોંચાડવાનો હતો. પરંતુ ટ્રકના માલિક કમ ડ્રાઇવરે આ જથ્થો ગ્વાલિયર ન પહોંચાડતાં ટ્રક સાથે ભાગી જઈ ગુનાહિત વિશ્વાસઘાત કર્યો હતો. આ અંગે પઅથ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ભારતીય ન્યાય સંહિતા-2023ની કલમ 316 (3) અને 54 મુજબ ગુનો રજી કરવામાં આવ્યો હતો.
જૂનાગઢ રેન્જના પોલીસ મહાનિરીક્ષક નિલેષ જાજડીયા અને પોલીસ અધિક્ષક સુબોધ ઓડેદરાની સૂચનાના આધારે નાયબ પોલીસ અધિક્ષક હિતેષ ધાંધલ્યાના માર્ગદર્શન હેઠળ પઅથ ડિવિઝનના પી.આઈ. આર.કે. પરમારની ટીમે તપાસ શરૂૂ કરી હતી.
પોલીસે ટેકનિકલ અને હ્યુમન સોર્સીસનો ઉપયોગ કરીને માહિતી મેળવી કે આરોપી રાજસ્થાનના દુદુ ખાતે છુપાયેલો છે. પી.એસ.આઈ. વાય.એન.સોલંકીના નેતૃત્વમાં એક ટીમ રાજસ્થાન રવાના થઈ હતી.
ત્યારે પોલીસને દુદુ ખાતેથી ટ્રક માલિક કનૈયાલાલ રામઅવધ યાદવ મળી આવ્યો હતો. પૂછપરછમાં તે ગલ્લાંતલ્લાં કરતો હતો અને ટ્રક સળગી ગયાની ખોટી હકીકત જણાવી હતી. પોલીસે કડક રીતે પૂછપરછ કરતાં આરોપી ભાંગી પડ્યો હતો અને કબૂલ્યું હતું કે તેણે તલનો મુદામાલ અલગ-અલગ જગ્યાએ વેચી નાખ્યો છે. આરોપીએ વેચેલા માલના રોકડા રૂૂપિયા 30,00,000 પોતાની પાસે રાખ્યા હતા, જે પોલીસે તેની પાસેથી જપ્ત કર્યા હતા.
પોલીસ સબ ઇન્સ્પેક્ટર વાય.એન. સોલંકીએ આ કામની આગળની તપાસ સંભાળી છે. આ કાર્યવાહીમાં એ. ડિવિઝન પોલીસ સ્ટેશનના પી.આઈ. આર.કે. પરમાર, પી.એસ.આઈ. વાય.એન.સોલંકી, પો.કોન્સ. જીગ્નેશ શુકલ, વિક્રમ છેલાણા, અજયસિંહ ચુડાસમા અને જુવાન લાખણોત્રા સહિતના સ્ટાફે સારી કામગીરી બજાવી હતી.