પી.ડી.યુ. મેડીકલ કોલેજની રોગી કલ્યાણ સમિતિમાં રાજાભાઈ ચાવડાની નિમણૂંક
રાજકોટ જિલ્લા પંચાયતના સભ્ય પ્રતિનિધિ અને સૌરાષ્ટ્રના યુવા નેતા રાજાભાઈ ચાવડા 108 ની કમિશ્નર, આરોગ્ય વિભાગ, ગુજરાત સરકાર દ્વારા રાજકોટ પી.ડી.યુ. મેડિકલ કોલેજ અને હોસ્પિટલની રોગી કલ્યાણ સમિતિ, રાજકોટના સભ્ય તરીકે નિમણૂક થતાં આ રાજકોટ અને સૌરાષ્ટ્રવાસી ઓમાં ખુશી માહોલ આવી ગયો છે કેમકે રાજાભાઈ ચાવડા છેવાડા માનવી સુધી પહોચીને આયુષમાન કાર્ડ કઢાવી આપી અને રાજકોટ સિવિલ હોસ્પિટલમાં સૌરાષ્ટ્ર ભર માથી આવતા દર્દીને પડતી મુશ્કેલીનો નિવારણ કરવામાં અગ્રેસર રહેતા હતા.
આ નિમણૂકને આવકારતા પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી, ભાજપાના રાષ્ટ્રીય અધ્યક્ષ અને દેશ આરોગ્ય મંત્રી જે.પી.નડ્ડા , ભારત સરકારના મંત્રી મનસુખભાઈ માંડવીયા, ગુજરાત રાજયના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ , અને પ્રદેશ ભાજપાના પ્રમુખ સી.આર.પાટીલ, રાજકોટ જિલ્લાના પ્રભારી મંત્રી રાઘવજીભાઈ પટેલ, આરોગ્ય વિભાગના ગુજરાત સરકાર મંત્રી ઋષિકેશભાઈ પટેલ, ગુજરાત સરકારના મંત્રી અને ધારાસભ્ય ભાનુબેન બાબરીયા, ગુજરાત સરકારના મંત્રી કુંવરજીભાઈ બાવળીયા, રાજકોટના સાંસદ પરષોતમભાઈ રૂૂપાલા, રાજયસભાના સાંસદ કેશરિદેવસિંહ જાલા, સાંસદ રામભાઇ મોકરીયા, રાજકોટ જિલ્લા ભાજપાના પ્રભારી ધવલભાઈ દવે, પ્રમુખ અલ્પેશભાઇ ઢોલરીયા, મહામંત્રી નરેન્દ્રસિંહ જાડેજા, હરેશભાઈ હેરભા.
રવિભાઈ માકડીયા તથા રાજકોટ જિલ્લા પંચાયતના પ્રમુખ પ્રવિણાબેન રંગાણી, તથા રાજકોટ જિલ્લા પંચાયતના ઉપપ્રમુખ રાજુભાઇ ડાંગર, રાજકોટ જિલ્લા પંચાયતના પૂર્વ પ્રમુખ ભૂપતભાઈ બોદર, રાજકોટ જિલ્લા ભાજપાના પૂર્વ પ્રમુખ મનસુખભાઈ ખાચરીયા, રાજકોટ જિલ્લા ભાજપાના પૂર્વ પ્રમુખ નાગદાનભાઈ ચાવડા તથા રાજકોટ તાલુકા ભાજપાના પ્રમુખ કેયૂરભાઈ ઢોલરીયા, રાજકોટ તાલુકા પંચાયતના ધારાસભ્ય ગીતાબા જયરાજસિંહ જાડેજા, ધારાસભ્ય જયેશભાઈ રાદડીયા, ધારાસભ્ય મહેન્દ્રભાઇ પાડલિયા તથા રાજકોટ જિલ્લા ભાજપાના આગેવાનો દ્વારા રાજાભાઈ ચાવડાને શુભેચ્છા પાઠવામાં આવી રહી છે.