ઈ પેપરવિશેષ અંકવ્યવસાયઆંતરરાષ્ટ્રીય
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
રાજકોટSportsક્રાઇમગુજરાતરાષ્ટ્રીયReligious
Advertisement

સોરઠ-ઘેડમાં આભ ફાટયું, મેંદરડામાં 8 કલાકમાં 13 ઇંચ

05:15 PM Aug 20, 2025 IST | Bhumika
Advertisement

કેશોદમાં 11, વંથલીમાં 10.16, પોરબંદરમાં 8.46, માણાવદર- કુતિયાણામાં 7 ઇંચથી વધુ વરસાદ ખાબકયો, સવારથી મેઘરાજાની અંધાધૂંધ બેટીંગ

Advertisement

નાની-મોટી નદીઓમાં ઘોડાપુર, તમામ જળાશયો ઓવરફલો, અનેક ગામડા બેટમાં ફેરવાયા, અમુક સ્થળે સ્થળાંતર શરૂ કરાયું

જુનાગઢ-મેંદરડા, જુનાગઢ-સોમનાથ હાઇવે સહીત 70 જેટલા નાના-મોટા રસ્તા બંધ, બચાવ-રાહત માટે ટુકડીઓ ઉતારાઇ, લોકોને કામ વગર બહાર નહીં નીકળવા અપીલ

સૌરાષ્ટ્રના દરિયા કાંઠાના વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ પડી રહ્યો છે. મેંદરડામાં આભ ફાટયુ હોય તેમ સવારે 6 વાગ્યાથી બપોરે બે વાગ્યા સુધીના 8 કલાકમાં અનરાધાર 13 ઇંચ, પોરબંદરમાં 8.46, માણાવદરમાં 7.68, કુતિયાણામાં 7 ઇંચ વરસાદ ખાબકી જતા સમગ્ર સોરઠ અને ઘેડ વિસ્તાર જળબંબાકાર થઇ ગયા છે. નદીઓમાં ઘોડાપુર ઉમટતા અનેક ગામડા બેટમાં ફેરવાઇ ગયા છે અને સંપર્કો તુટી ગયા છે.

ખાસ કરીને મેંદરડામાં આજે સવારે 8 થી 10 વાગ્યા વચ્ચે આભ નીચોવાયું હોય તેમ માત્ર બે કલાકમાં 8 ઇંચ વરસાદ ખાબકી ગયો હતો. અહીં સવારે 6 થી 12 વાગ્યા વચ્ચે જ 12 ઇંચ વરસાદ ખાબકી ગયો હતો.
આજના ભારે વરસાદના પગલે મધુવંતી નદી પરના પાંચ કોઝવે પરના રસ્તા, દાત્રાણા- બગડુ રોડ, મેંદરડા- જુનાગઢ સ્ટેટ હાઇવે, જુનાગઢ-સોમનાથ હાઇવે સહીત નાના મોટા 70 જેટલા રસ્તાઓ બંધ કરાયા છે. જયારે શાળા- કોલેજોમાં રજા જાહેર કરી દેવામાં આવી છે.

આ વરસાદના કારણે હીરણ-2, ઓઝત પિયર, મધુવંતી, ઓઝત શાપુર, સાવલી, બાંટવા ખારો, ભાંખરવડ સહીત તમામ 9 ડેમોને નાના- મોટા જળાશયો છલકાઇ જવા પામેલ છે. નદી-નાળાઓમાં ઘોડાપુર આવતા અનેક ગામડાઓમાં પાણી ઘુસી ગયા છે.

જેના કારણે કેટલાક ગ્રામ્ય વિસ્તારોમાં લોકોનું સ્થળાંતર કરાયું છે. જયારે પુરના કારણે માલ- મિલકતને ભારે નુકશાન થવા પામેલ છે. બચાવ રાહત માટે એનડીઆરએફની ટીમ ઉતારવામાં આવી છે. અનેક વિસ્તારોમાં ભયજનક સ્થિતિ જોવા મળી રહી છે. વાહન વ્યવહાર પણ ઠપ્પ થઇ ગયો છે.

વહીવટીતંત્ર દ્વારા લોકોને કામ વગર બહાર નહીં નિકળવા અને નદી નાળાથી દુર રહેવા અપીલ કરવામાં આવી છે. હજુ પણ ભારેથી અતિભારે વરસાદની આગાહી હોય વહીવટી તંત્ર એલર્ટ મોડ ઉપર મુકાયું છે.

મેંદરડામાં મુશળધાર વરસાદથી મધુવંતી નદી ગાંડીતૂર બની છે. નદીના 5 કોઝવે પર ઓવરટોપિંગ થતા રસ્તાઓ બંધ થઈ ગયા છે. મીઠાપુર અને દાત્રાણા ગામના નીચાણવાળા વિસ્તારોમાં પણ પાણી ભરાયા છે.
વંથલી તાલુકાના ખોરાસા ગામ પાસે આવેલા સાબલી જળાશયમાં ઉપરવાસમાં પાણીની આવક વધતા હાલ ડેમના 11 દરવાજા 1.50 મીટર ખોલવામાં આવ્યા છે. વંથલી તાલુકાના ખોરાસા, સેંદરડા અને કેશોદ તાલુકાના મઘરવાડા, માણેકવાડા, ડેરવાણ સહિતના ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે.

વંથલી તાલુકાના શાપુર ગામ પાસે આવેલા ઓઝત વિયર શાપુર જળાશયમાં પાણીની આવક થતા ડેમમાં હાલ ઓવરફ્લો 1.70 મીટર છે. જૂનાગઢ તાલુકાના બાદલપુર ગામ પાસે આવેલા ઓઝત-2 જળાશયમાં પણ પાણીની આવક વધતા ડેમના 3 દરવાજા 0.60 મીટર ખોલવામાં આવ્યા છે.

શેત્રુંજી ડેમ સીઝનમાં ચોથી વખત છલકાયો, 59 દરવાજા 2 ફુટ ખોલાયા
ભાવનગર જિલ્લાનો શેત્રુંજી ડેમ આજ રોજ આ સીઝનમાં ચોથી વખત 100% ભરાઈ જતા પાલીતાણા તથા તળાજા તાલુકાના અસરગ્રસ્ત ગામડાઓને એલર્ટ કરવામાં આવ્યા છે. આજે બપોરે 12 વાગ્યે શેત્રુંજી ડેમ 100% ભરાઇ જતાં 20 દરવાજા 0.3 મી. ખોલવામાં આવ્યા હતા ત્યારબાદ બપોરે 12.15 વાગ્યે 59 દરવાજા બે ફુટ ખોલવામાં આવ્યા હતા. અત્રે ઉલ્લેખનીય છે કે તા. 17 જૂન 2025 ના રોજ પ્રથમ વખત, તા. 6 જુલાઈ 2025 ના રોજ બીજી વખત, તા. 13 જુલાઈ 2025 ના રોજ આ ચોમાસાની સીઝનમાં ત્રીજી વખત 100% ભરાયો છે. ભાવનગર જિલ્લામાં સારો વરસાદ વરસતા શેત્રુજી ડેમમાં પાણીની આવક શરૂૂ થઇ છે. શેત્રુંજી ડેમ 100% ભરાતા પાલીતાણા તાલુકાના અસરગ્રસ્ત ગામો નાની રાજસ્થળી, લાપાળીયા, લાખાવાડ, માયધાર અને મેઢા તેમજ તળાજા તાલુકાના ભેગાળી, દાત્રડ, પિંગળી, ટીમાણા, સેવાળીયા, રોયલ, માખણીયા, તળાજા, ગોરખી, લીલીવાવ, તરસરા અને સરતાનપરને એલર્ટ જાહેર કરવામાં આવ્યા છે.

કંટ્રોલ રૂમ શરૂ
વહીવટીતંત્ર દ્વારા 35-40 લોકોને અગમચેતીના ભાગરૂૂપે સલામત જગ્યાએ શિફ્ટ કરવામાં આવ્યા છે. જૂનાગઢ જિલ્લા વહીવટીતંત્ર દ્વારા કંટ્રોલ રૂૂમ શરૂૂ કરવામાં આવ્યા છે. હવામાન વિભાગની આગાહી મુજબ, જૂનાગઢ જિલ્લામાં છૂટાછવાયા સ્થળો પર ભારેથી અત્યંત ભારે વરસાદ પડવાની સંભાવના હોવાથી જૂનાગઢના તમામ નાગરિકોને જરૂૂરી સાવચેતી રાખવા, કોઝવે/રસ્તા પરથી પાણી પસાર થતું હોય ત્યારે તેમજ નદીના પટમાં અવરજવર ન કરવા અપીલ કરવામાં આવી છે.

સવારે 6 થી બપોરે 2 સુધી કયાં કેટલો વરસાદ
મેંદરડા - 12.8
કેશોદ -10.71
વંથલી -10.16
પોરબંદર -8.46
માણાવદર -7.68
કુતિયાણા -6.89
રાણાવાવ -5.75
મહુવા -5.28
કાલાવડ -4.92
તાલાલા -4.88
માંગરોળ -4.49

Tags :
gujaratgujarat newsHeavy RainmendardaMonsoonrainrain fall
Advertisement
Next Article
Advertisement