પંચમહાલના હાલોલમાં આભ ફાટ્યું: 6 કલાકમાં 9 ઈંચ વરસાદ ખાબકતાં તારાજી
રાજ્યમાં મેઘરાજા મન મૂકીને વરસી રહ્યા છે. હવામાન વિભાગની આગાહીઅનુસાર રાજ્યના અનેક વિસ્તારોમાં ભારે વરસાદ વરસી રહ્યો છે. આ દરમિયાન પંચમહાલ જિલ્લાના હાલોલમાં બહરે વરસાદના કરને આભ ફાટ્યા જેવી સ્થિતિ સર્જાયછે. હાલોલના આજે વહેલી સવારે 6 વાગ્યાથી બપોરે 12 વાગ્યા સુધીમાં માત્ર 6 કલાકમાં જ 9 ઇંચ વરસાદ પડતાં અનેક વિસ્તારો પાણીમાં ગરકાવ થઈ ગયા છે.
6 કલાકમાં 9 ઇંચ વરસાદ પડતા નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા છે. મુખ્ય માર્ગો પાણીમાં ગરકાવ થયા હતાં. ભારે વરસાદના કારણે જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું છે. આણંદ જિલ્લાના ઉમરેઠમાં પણ ભારે વરસાદ પડ્યો છે. અહીં 5 ઇંચ વરસાદ પડતા ઠેર ઠેર પાણી ભરાયા છે, જેના કારણે લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.
હવામાન વિભાગના દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર, આજે આણંદ, ખેડા, પંચમહાલ અને દાહોદમાં અતિ ભારે વરસાદને લઈને ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. જ્યારે બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, અમદાવાદ, સુરેન્દ્રનગર, રાજકોટ, બોટાદ, ભાવનગર, અમરેલી, જુનાગઢ, ગીર સોમનાથ, દીવ, ભરૂચ, છોટાઉદેપુર, નર્મદા, સુરત, તાપી, નવસારી, ડાંગ, વલસાડ, દમણ અને દાદરા નગરહવેલીમાં છૂટાછવાયા સ્થળોએ સામાન્ય વરસાદને લઈને યલો એલર્ટ આપવામાં આવ્યું છે.