છેલ્લા 24 કલાકમાં રાજ્યના 90 તાલુકાઓમાં વરસાદ: સૌથી વધુ નવસારીના જલાલપોરમાં 5.24 ઇંચ
10:24 AM Jul 23, 2025 IST
|
Bhumika
Advertisement
રાજ્યના અનેક વિસ્તારોમાં વિસ્તારોમાં વરસાદી માહોલ જામ્યો છે. આ દરમિયાન છેલ્લા 24 કલાકમાં રાજ્યના 90 તાલુકાઓમાં વરસાદ વરસ્યો છે. વરસાદના આગમનથી ખેડૂતોમાં ખુશીનો માહોલ છે. સૌથી વધુ વરસાદ નવસારી જિલ્લાના જલાલપોરમાં 5.24 ઇંચ ખાબક્યો છે. નવસારી શહેરમાં 4.25 ઇંચ, સુરતના મહુવામાં 2.20 ઇંચ અને નવસારીના ગણદેવીમાં 2.13 ઇંચ વરસાદ નોંધાયો છે.
Advertisement
છેલ્લા 24 કલાકમાં રાજ્યના 90 તાલુકાઓમાં વરસાદ નોંધાયો છે. જેમાં કુલ 11 તાલુકાઓમાં 1 ઇંચથી વધુ વરસાદ પડ્યો છે. જ્યારે 79 તાલુકામાં 1 કરતાં ઓછો વરસાદ ખાબક્યો છે.
અત્યાર સુધીમાં રાજ્યનો સરેરાશ મોસમનો 54 ટકા એટલે કે 19 ઇંચ વરસાદ થયો છે. જયારે સૌરાષ્ટ્રના 11 જિલ્લાઓમાં એકંદરે 16 ઇંચ વરસાદ નોંધાયો છે, જે મોસમનો 53.48 ટકા છે.
Next Article
Advertisement