For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

છેલ્લા 24 કલાકમાં રાજ્યના 90 તાલુકાઓમાં વરસાદ: સૌથી વધુ નવસારીના જલાલપોરમાં 5.24 ઇંચ

10:24 AM Jul 23, 2025 IST | Bhumika
છેલ્લા 24 કલાકમાં રાજ્યના 90 તાલુકાઓમાં વરસાદ  સૌથી વધુ નવસારીના જલાલપોરમાં 5 24 ઇંચ

રાજ્યના અનેક વિસ્તારોમાં વિસ્તારોમાં વરસાદી માહોલ જામ્યો છે. આ દરમિયાન છેલ્લા 24 કલાકમાં રાજ્યના 90 તાલુકાઓમાં વરસાદ વરસ્યો છે. વરસાદના આગમનથી ખેડૂતોમાં ખુશીનો માહોલ છે. સૌથી વધુ વરસાદ નવસારી જિલ્લાના જલાલપોરમાં 5.24 ઇંચ ખાબક્યો છે. નવસારી શહેરમાં 4.25 ઇંચ, સુરતના મહુવામાં 2.20 ઇંચ અને નવસારીના ગણદેવીમાં 2.13 ઇંચ વરસાદ નોંધાયો છે.

Advertisement

છેલ્લા 24 કલાકમાં રાજ્યના 90 તાલુકાઓમાં વરસાદ નોંધાયો છે. જેમાં કુલ 11 તાલુકાઓમાં 1 ઇંચથી વધુ વરસાદ પડ્યો છે. જ્યારે 79 તાલુકામાં 1 કરતાં ઓછો વરસાદ ખાબક્યો છે.

અત્યાર સુધીમાં રાજ્યનો સરેરાશ મોસમનો 54 ટકા એટલે કે 19 ઇંચ વરસાદ થયો છે. જયારે સૌરાષ્ટ્રના 11 જિલ્લાઓમાં એકંદરે 16 ઇંચ વરસાદ નોંધાયો છે, જે મોસમનો 53.48 ટકા છે.

Advertisement

Advertisement
Tags :
Advertisement
Advertisement