છેલ્લા 24 કલાકમાં 209 તાલુકામાં ખાબક્યો વરસાદ! સૌથી વધુ તાપીના ડોલવણમાં 6 ઈંચ, આજે આ જિલ્લામાં એલર્ટ
રાજ્યમાં વરસાદી માહોલ જામ્યો છે. અનેક શહેરોમાં ભારે વરસાદના લીધે જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાય છે. ત્યારે છેલ્લા 24 કલાકમાં 209 તાલુકામાં વરસાદ વરસ્યો છે. સૌથી વધુ તાપીના ડોલવણમાં 6.18 ઈંચ વરસાદ નોંધાયો છે. ભૂજમાં 5.0 ઈંચ, સુબિરમાં 5.28 ઈંચ, બારડોલીમાં 4.92 ઈંચ, પલાસણામાં 4.45 ઈંચ, નખત્રાણામાં 4.4 ઈંચ, વલ્લભીપુરમાં 4.21 ઈંચ, વ્યારામાં 3.90 ઈંચ, વાંસદામાં 3.54 ઈંચ અને બાલાસિનોરમાં 3.43 ઈંચ વરસાદ ખાબક્યો છે.
આ ઉપરાંત, વલભીપુરમાં 4.09 ઇંચ, વ્યારામાં 3.9 ઇંચ, વાંસદામાં 3.54 ઇંચ અને સોનગઢમાં 3.35 ઇંચ વરસાદ વરસ્યો છે. વઘઈમાં 3.19 ઇંચ, વાલોદમાં 2.91 ઇંચ, ભાવનગરમાં 2.87 ઇંચ અને સુરતમાં 2.72 ઇંચ વરસાદ ખાબક્યો છે.
ડાંગના આહવામાં 2.64 ઇંચ અને વાગરામાં 2.60 ઇંચ વરસાદ વરસ્યો છે. રાજ્યના અનેક તાલુકાઓમાં ધોધમાર વરસાદ પડતાં કેટલાક વિસ્તારોમાં પાણી ભરાવાની સ્થિતિ પણ ઊભી થઈ છે.
હવામાન વિભાગની આગાહી અનુસાર, આજે (7 જુલાઈ) નવસારી અને વલસાડ જિલ્લામાં અતિભારે વરસાદને લઈને ઑરેન્જ ઍલર્ટ અને અમરેલી, ભાવનગર, સુરત, તાપી, ડાંગ જિલ્લામાં ભારે વરસાદને લઈને યલો ઍલર્ટ આપવામાં આવ્યું છે.