ઈ પેપરવિશેષ અંકવ્યવસાયઆંતરરાષ્ટ્રીય
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
રાજકોટSportsક્રાઇમગુજરાતરાષ્ટ્રીયReligious
Advertisement

કાલથી આઠમા નોરતા સુધી વરસાદ ગુજરાતમાં ગરબા લેશે

03:29 PM Sep 27, 2025 IST | Bhumika
Advertisement

બંગાળની ખાડીમાં વેલમાર્કડ લોપ્રેશર સર્જાતા આવતીકાલથી તા.30 સુધી ગુજરાતમાં અનેક જિલ્લાઓમાં હળવા થી ભારે વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. રાજયમાં આગામી 7 દિવસ હળવાથી મધ્યમ વરસાદની આગાહી, 30 સપ્ટેમ્બર સુધી વરસાદ પડવાની સંભાવના વરસાદ અંગે હવામાન વિભાગની આગાહી સામે આવી છે.

Advertisement

કાલથી બનાસકાંઠા, પાટણ, મહેસાણા સિવાયના જિલ્લામાં વરસાદની આગાહી કરવામાં આવી છે, જેમા ગાજવીજ સાથે 30 થી 40 કિ.મી.ની ઝડપે પવન ફૂંકાશે અને વરસાદ વરસી શકે છે, બંગાળની ખાડીમાં લો પ્રેશર સિસ્ટમ સક્રિય થતા વરસાદની શક્યતા રહેલી છે.તો આવતીકાલે 28 તારીખે સુરેન્દ્રનગર, રાજકોટ, બોટાદ, અમરેલી, ભાવનગર, દીવ, ગીર સોમનાથ, અમદાવાદ, ગાંધીનગર, સાબરકાંઠા, અરવલ્લી, ખેડા, આણંદ, પંચમહાલ, દાહોદ, વડોદરા, છોટાઉદેપુર, ભરૂૂચ, નર્મદા, સુરત, તાપી, નવસારી, ડાંગ, વલસાડ, દમણમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. 29 સપ્ટેમ્બરે કચ્છ, મોરબી, જામનગર, દેવભૂમિ દ્વારકા, પોરબંદર, જુનાગઢ, ગીર સોમનાથ, દીવ, અમરેલી, ભાવનગર, બોટાદ, સુરેન્દ્રનગર, અમદાવાદ, આણંદ, ભરૂૂચ, સુરત, તાપી, નવસારી, ડાંગ, વલસાડ, દમણ, દાદરા નગર હવેલીમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. 30 સપ્ટેમ્બરે દેવભૂમિ દ્વારકા, જામનગર, પોરબંદર, જુનાગઢ, રાજકોટ, ગીર સોમનાથ, દીવ, અમરેલી, ભાવનગર, સુરત, નવસારી, વલસાડ, દમણ દાદરા નગર હવેલીમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.

Tags :
gujaratgujarat newsHeavy RainMonsoonrain fall
Advertisement
Next Article
Advertisement