ઈ પેપરવિશેષ અંકવ્યવસાયઆંતરરાષ્ટ્રીય
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
રાજકોટSportsક્રાઇમગુજરાતરાષ્ટ્રીયReligious
Advertisement

અગામી ત્રણ કલાકમાં તૂટી પડશે વરસાદ, હવામાન વિભાગે આ જિલ્લાઓને આપ્યું રેડ એલર્ટ

02:06 PM May 21, 2025 IST | Bhumika
Advertisement

 

Advertisement

હવામાન વિભાગે આગામી સાત દિવસ સુધી વરસાદની આગાહી કરી છે. ગુજરાત પર હાલ એકસાથે બે સિસ્ટમ સક્રિય થઈ હોવાને કારણે 26 મે સુધી વરસાદી માહોલ રહેશે. ત્યારે હવામાન વિભાગે આગામી 3 કલાક માટે ભારે વરસાદની આગાહી કરી છે. હવામાન વિભાગ દ્વારા અત્યારે કરવામાં આવેલી આગાહી અનુસાર આગામી ત્રણ કલાકમાં ભાવનગર, અમરેલી, ગીર સોમનાથ, ભરૂચ, સુરત, વડોદરા, નર્મદા, છોટા ઉદેપુર, નવસારી, તાપી, ડાંગ, વલસાડ, જૂનાગઢ જિલ્લામાં ભારે વરસાદની શક્યતા છે. જેના પગલે આ જિલ્લાઓમાં રેડ એલર્ટ આપવામાં આવ્યું છે.

હવામાન વિભાગે આગામી 3 કલાક માટે આગાહી કરી છે, જેમાં ગુજરાત રાજ્યના જિલ્લાઓ જેમ કે ગીર-સોમનાથ, દીવ, જૂનાગઢ, પોરબંદર, અમરેલીમાં છૂટાછવાયા સ્થળોએ 62-87 કિ.મી. પ્રતિ કલાકની ઝડપે ભારે વાવાઝોડા સાથે વરસાદ માટે રેડ એલર્ટ આપવામાં આવ્યું છે.

અન્ય જિલ્લાઓમાં 41-61 કિમી પ્રતિ કલાકની ઝડપ સાથે મધ્યમ વાવાઝોડા અને ગાજવીજ સાથે સુરત, નવસારી, વલસાડ, ડાંગ, તાપી, દમણ, દાદરા નગરહવેલી જેવા સ્થળોએ હળવોથી મધ્યમ વરસાદ માટે ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે.

એ સિવાય દાદરા નગરહવેલી, ભરૂચ, નર્મદા, વડોદરા, છોટા ઉદેપુર, દાહોદ, ભાવનગર, બોટાદ, રાજકોટ, અમદાવાદ, દેવભૂમિ દ્વારકા, જામનગર, આનંદ, ખેરા, પંચમહાલમાં મધ્યમ વરસાદની આગાહી છે. ઉપરાંત દેવભૂમિ દ્વારકા, સુરેન્દ્રનગર અને જામનગરમાં હળવો વરસાદ થઇ શકે છે.

હવામાન વિભાગ પાસેથી મળતી માહિતી અનુસાર, છેલ્લાં 24 કલાકમાં કુલ 31 તાલુકામાં વરસાદ વરસ્યો છે. જેમાં જૂનાગઢ જિલ્લાના વિસાવદરમાં સૌથી વધુ 2.44 ઈંચ વરસાદ વરસ્યો છે.

Tags :
gujaratgujarat newsHeavy RainMeteorological departmentrainrain fall
Advertisement
Next Article
Advertisement