For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

24 કલાકમાં રાજ્યના 89 તાલુકામાં ખાબક્યો વરસાદ, મોડાસામાં સૌથી વધુ અઢી ઈંચ વરસાદ

10:38 AM May 29, 2025 IST | Bhumika
24 કલાકમાં રાજ્યના 89 તાલુકામાં ખાબક્યો વરસાદ  મોડાસામાં સૌથી વધુ અઢી ઈંચ વરસાદ

Advertisement

રાજ્યમાં વરસાદની આગાહી વચ્ચે છેલ્લા 24 કલાકમાં 89 તાલુકામાં વરસાદ વરસ્યો હતો. અરવલ્લીના મોડાસામાં સૌથી વધુ 2.36 ઈંચ વરસાદ, પાટણના સરસ્વતીમાં 2.17 ઈંચ વરસાદ, પાટણ અને અંકલાવમાં 1.97 ઈંચ વરસાદ, મહેસાણામાં 1.81 તો પોશીનામાં 1.77 ઈંચ વરસાદ ખાબક્યો છે.

24 કલાકમાં રાજ્યમાં 89 તાલુકામાં વરસાદ વરસ્યો હતો.ઉત્તર ગુજરાતના 25 તાલુકામાં 1 ઈંચથી વધુ વરસાદ ખાબક્યો હતો. છેલ્લા 24 કલાકમાં મોડાસામાં સૌથી વધુ અઢી ઈંચ વરસાદ વરસ્યો હતો. તે સિવાય સરસ્વતીમાં સવા બે ઈંચ, પાટણમાં 1.97 ઈંચ, આંકલાવમાં 1.57 ઈંચ, મહેસાણામાં 1.81 ઈંચ, પોશીનામાં 1.77 ઈંચ, ઊંઝામાં 1.69 ઈંચ, આણંદમાં 1.69 ઈંચ, સિદ્ધપુર 1.54 ઈંચ, વિજાપુર 1.54 ઈંચ, મેઘરજ 1.50 ઈંચ, વડગામ 1.42 ઈંચ, હિંમતનગરમાં 1.42 ઈંચ, પાલનપુરમાં 1.38 ઈંચ, કડીમાં 1.38 ઈંચ, માણસામાં 1.10 ઈંચ, વિસનગરમાં 1.06 ઈંચ, બાયડમાં 1.06 ઈંચ, લુણાવાડામાં 1.06 ઈંચ, ધનસુરામાં 1.02 ઈંચ, અમીરગઢમાં 1 ઈંચ, પ્રાંતિજમાં 1 ઈંચ, ભાવનગરમાં 1 ઈંચ, તલોદમાં 1 ઈંચ, દસાડામાં 1 ઈંચ, દાંતામાં 1 ઈંચ, ખેડબ્રહ્મામાં 1 ઈંચ, દહેગામમાં 1 ઈંચ વરસાદ વરસ્યો હતો. ચાણસ્મા, વડનગર, હારીજમાં પોણો ઈંચ વરસાદ વરસ્યો હતો. અમદાવાદમાં અડધા ઈંચ સુધીનો વરસાદ પડ્યો હતો.

Advertisement

આજે ગુજરાતના અનેક વિસ્તારોમાં ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. અમરેલી ભાવનગર, ભરૂચ,નર્મદા, તાપી, નવસારી, ડાંગ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.

30 મે થી 1 જૂનથી માછીમારોને દરિયો ન ખેડવાનું સૂચન અપાયું છે.. દરિયાકાંઠે પવનની ગતિ 40 થી 45 કિલોમીટર પ્રતિ કલાક રહેવાની સંભાવના છે. દક્ષિણ ગુજરાત-સૌરાષ્ટ્રમાંં હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે.

Advertisement
Tags :
Advertisement
Advertisement