મોરબી જિલ્લામાં વરસાદ બન્યું આફત, અત્યાર સુધીમાં 4 યુવાનના મોત
મોરબી જિલ્લામાં સારી મેઘમહેર વરસવાથી જળાશયો નવા નીરથી છલોછલ છે, જે અત્યારે ભારે ભયાનક સાબિત થવા લાગી છે. મોરબી અને માળિયા તાલુકામાં ત્રણ સ્થળે પાણીમાં ડૂબતા યુવાનની માહિતી મળતા ફાયર બ્રિગેડની ટીમ દોડી આવી હતી, રેસ્ક્યુ ઓપરેશન શરુ કરી દીધું હતું. ત્યારે 3 યુવાનના મૃતદેહ જ હાથ આવ્યા હતા. ત્યાર બાદ મોરબીની મચ્છુ નદીમાં ડૂબી જતા યુવાનનું મોત થતા પોલીસે વધુ તપાસ હાથ ધરી હતી.
મોરબી જીલ્લામાં ડૂબી જવાના ત્રણ કેસો સામે આવ્યા હતા. જે ત્રણેય સ્થળે ફાયર ટીમ મદદ માટે દોડી આવી હતી. મૃતદેહ પાણીમાંથી બહાર કાઢવામાં આવ્યા હતા પ્રથમ બનાવમાં મચ્છુ 2 ડેમના પાણીમાં ડૂબી જતા ચંદુભાઈ નરસીભાઈ અગેચણીયા નું મોત થયું હતું બીજા બનાવમાં ઉત્તરપ્રદેશના વતની આકાશ ચંદ્રપાલ વર્મા નામના યુવાન કેનાલમાં ડૂબી જતા મોત થયું હતું જયારે ત્રીજા બનાવમાં રાજ્પરથી કુન્તાસી જતા ચેકડેમના પાણીમાં ડૂબી જતા રામજીભાઈ રામાભાઈ પરમાર નું મોત થયું હતું ફાયર ટીમે ત્રણેય સ્થળે દોડી જઈને મૃતદેહ બહાર કાઢ્યા હતા. અને પોલીસ મથકમાં જાણ કરવામાં આવતા પોલીસે વધુ તપાસ હાથ ધરી હતી.
જયારે ચોથા બનાવમાં શહેરના બાયપાસ રોડ પાસે અંજલિ એપાર્ટમેન્ટમાં રહેતા આનંદ નરભેરામભાઈ આદ્રોજા નામના યુવાન ગત તા. 24 જુલાઈના રોજ જૂની આરટીઓ કચેરી પાસે આવેલ મચ્છુ નદીના પાણીમાં ડૂબી જતા મોત નીપજ્યું હતું. બનાવને પગલે પોલીસે મૃતદેહ પીએમ અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો.