રાજકોટ
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
ગુજરાતરાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયવ્યવસાયવિશેષ અંકReligious
Advertisement

કચ્છ-દ્વારકામાં માવઠું, 21 જિલ્લામાં વરસાદનું એલર્ટ

11:26 AM Mar 02, 2024 IST | Bhumika
Advertisement

ગુજરાતમાં આજે સતત બીજા દિવસે માવઠાએ મોકાણ સર્જી છે. ગઇકાલે કેટલાક વિસ્તારોમાં વરસાદ પડયા બાદ આજે સવારથી કચ્છ, દ્વારકા, જામનગર જિલ્લાના કેટલાક વિસ્તારો ઉપરાંત ઉતર ગુજરાતના કેટલાક વિસ્તારોમાં પણ કમોસમી વરસાદ નોંધાયો છે. ફરી માવઠાએ દેખા દેતા શિયાળુ પાક ઘઉં, ચણા, જીરૂ, એરંડા સહીતના પાકને નુકશાન થવાની ભીતિથી ખેડૂતોમાં ચિંતાની લાગણી જન્મી છે.

Advertisement

હવામાન વિભાગની આગાહી અનુસાર વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે રાજ્યના કેટલાક જિલ્લામાં કમોસમી વરસાદ વરસી રહ્યો છે. હવામાન વિભાગે 21 જિલ્લામાં વરસાદનું એલર્ટ આપ્યું છે. એક સાથે બે સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય થતા હવામાન વિભાગે રાજ્યના કેટલાક જિલ્લામાં ગાજવીજ સાથે વરસાદની આગાહી કરી છે. .. ચારેય ઝોનના કુલ 21 જિલ્લામાં ગાજવીજ સાથે વરસાદનું અનુમાન છે.

કચ્છ સહિત સૌરાષ્ટ્રના 8 જિલ્લામાં આજે વરસાદનું યલો એલર્ટ અપાયું છે. મોરબી, રાજકોટ,બોટાદ, અમરેલી,ગીર સોમનાથ,ભાવનગર અને સુરેન્દ્રનગરમાં પણ આજે ગાજવીજ સાથે વરસાદ વરસી શકે છે. ઉત્તર ગુજરાતના ચાર જિલ્લામાં વરસાદનું યલો એલર્ટ છે. જેમાં પાટણ, બનાસકાંઠા, સાબરકાંઠા, મહેસાણાનો સમાવેશ થાય છે. માવઠાની શક્યતાએ ખેડૂતોની ચિંતા વધારી છે.

મધ્ય ગુજરાતના ખેડા, આણંદ,વડોદરા, છોટા ઉદેપુરમાં ગાજવીજ સાથે વરસાદનો અનુમાન છે. પંચમહાલ, દાહોદ,મહીસાગર જિલ્લામાં પણ હવામાન વિભાગે વરસાદનું યલો એલર્ટ આપ્યું છે.માવઠાની આગાહી વચ્ચે અમદાવાદ અને તેની આસપાસના વિસ્તારમાં તાપમાનમાં ઘટાડો થતાં આજથી ત્રણ દિવસ સુધી ઠંડીમાં વધારો થઇ શકે છે. ઠંડીની આગાહી સાથે આજે અમદાવાદમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે. બદલતા વાતાવરણ વચ્ચે આગામી ત્રણ દિવસ લઘુતમ તાપમાનનો પારો ગગડીને 14 ડિગ્રી સુધી પહોંચે તેવી શક્યતા છે.

કમોસમી વરસાદની આગાહીને પગલે રાજ્યના ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે. કેરી સહિતના પાકને નુકસાનની ભિતી સેવાઇ રહી છે. કેટલાક માર્કેટ યાર્ડોમાં તૈયાર જણસને સુરક્ષિત સ્થળે ખસેડી લેવાની ખેડૂતો અને માર્કેટ યાર્ડના સત્તાધીશોને સ્થાનિક સ્તરે સૂચના અપાઇ છે.શિયાળો વિદાય લઇ રહ્યો છે ત્યારે આગામી દિવસોમાં ગરમી પણ વધી શકે છે. અલ નિનોને લીધે આ વર્ષે ઉનાળો આકરો રહેવાની ભારતીય હવામાન વિભાગે વ્યક્ત કરી શક્યતા.. સામાન્ય કરતા ઊંચા તાપમાનથી શરૂૂ ઉનાળો શરૂૂ થશે.

સવારથી દિલ્હી-NCRમાં ભારે વરસાદ, ઓરેન્જ એલર્ટ
આજે દિલ્હી-એનસીઆરમાં વરસાદ થઈ રહ્યો છે. ગઈકાલ સવારથી જ ત્યાં કાળા વાદળો છવાયેલા હતા. આ સાથે જ ગરમી પણ પડી હતી. 30 ડિગ્રી સુધી તાપમાન પહોંચી ગયું હતું. જો કે, સાંજના સમયે લોકોને ઠંડીનો અનુભવ થયો હતો. ત્યારે આજે હવામાન વિભાગ દ્વારા વરસાદ થવાનું ઓરેન્જ એલર્ટ આપ્યું છે. હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે, આજે અને આવતીકાલે દેશના ઉત્તર પશ્ચિમી રાજ્યોમાં વરસાદ અને હિમવર્ષા થવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. હિમાચસ, ઉત્તરાખંડ, લેહ લદ્દાખ અને જમ્મૂ-કાશ્મીરના પર્વતીય વિસ્તારોમાં હિમવર્ષા થશે. મેદાની વિસ્તારોમાં વરસાદ થઈ શકે છે.

Tags :
gujaratgujarat newsKutch-Dwarkarain
Advertisement
Next Article
Advertisement