પોરબંદર-રાજકોટ વચ્ચે રેલવે ટ્રેક ધોવાયો, સતત બીજા દિવસે ટ્રેન વ્યવહાર ખોરવાયો
પોરબંદરમાં પડેલા ભારે વરસાદને કારણે રેલવે વ્યવહારને બીજા દિવસે અસર પહોચી છે. પોરબંદર આસપાસ ભારે વરસાદને કારણે ટ્રેક ધોવાઇ જમા કેટલીક ટ્રેનો રદ થઇ છે તો અન્ય કેટલીક ટ્રેનોના સમયમાં ફેરફાર કરવામાં આવ્યા છે.
પોરબંદર-કાનાલુસ સેક્શનમાં ભારે વરસાદથી પાણી ભરાવાને કારણે કેટલીક વધુ ટ્રેનોને અસર થશે, જેમાં ટ્રેન નંબર 09579 ભાવનગર-પોરબંદર સ્પેશિયલ જે 19.07.2024 ના રોજ, ભાવનગર ટર્મિનસથી 18.45 કલાકે દોડવાની હતી, તે સંપૂર્ણપણે રદ રહેશે, ટ્રેન નંબર 19207 પોરબંદર-રાજકોટ જે પોરબંદરથી સવારે 5.45 કલાકે ઉપડે છે તે 20.07.2024 ના રોજ સંપૂર્ણપણે રદ રહેશે, ટ્રેન નંબર 19208 રાજકોટ-પોરબંદર જે રાજકોટથી 16.10 કલાકે ઉપડે છે તે 20.07.2024 ના રોજ સંપૂર્ણપણે રદ રહેશે, ટ્રેન નંબર 19269 પોરબંદર-મુઝફ્ફરપુર એક્સપ્રેસ ટ્રેન જે પોરબંદરથી 19.35 કલાકે ઉપડે છે તે હવે પોરબંદરથી 7 કલાકના મોડી રાત્રે 2:35 કલાકે ઉપડી હતી. પોરબંદર-દાદર એક્સપ્રેસ ટ્રેન (19016) પોરબંદર સ્ટેશનથી તેના નિર્ધારિત સમય 22.40 કલાકને બદલે 5 કલાકના મોડી ઉપડી હતી.