રાજકોટથી પુરી ગંગા સાગર, અયોધ્યા દર્શન માટે રેલવેની સ્પેશિયલ ટ્રેન
ભારત ગૌરવ ટ્રેન હેઠળ 10 રાત્રી 11 દિવસની ધર્મયાત્રાનું આયોજન, 23મીએ ટ્રેન ઉપડશે
ભારત ગૌરવ ટ્રેન હેઠળ તારીખ: 23.10.2025 થી 02.11.2025 (10 રાત્રી / 11 દિવસ) રાજકોટ થી પ્રસ્થાન થશે. આ ટ્રેનમાં મુસાફરો રાજકોટ, સુરેન્દ્રનગર, વિરમગામ, સાબરમતી, નડિયાદ, આણંદ, છાયાપુરી, ગોધરા દાહોદ, રતલામ, ઉજ્જૈન, સંત હીરદારામનગર થી બેસી શકશે.
આ યાત્રા દરમિયાન ભારત ગૌરવ ટ્રેન દ્વારા "જગન્નાથ પુરી, ગંગાસાગર, ગયા, બનારસ (કાશી), અયોધ્યા ના દર્શન કરવાનો લાભ મળશે.
IRCTC તેના મુસાફરોને આરામદાયક મુસાફરી આપવા માટે પ્રતિબદ્ધ છે. મુસાફરોને ભજન કીર્તન અને મુસાફરીની માહિતી આપવા માટે ટ્રેનમાં ઇન્ફોટેનમેન્ટ સિસ્ટમ પણ લગાવવામાં આવી છે. સુરક્ષા માટે દરેક કોયમાં પ્રાઇવેટ સુરક્ષા ગાર્ડ અને સીસીટીવી કેમેરા પણ ઉપલબ્ધ રહેશે. આ ટૂર પેકેજની કિંમતમાં, IRCTC મુસાફરોને ટ્રેનની મુસાફરી ઉપરાંત આધુનિક કિચન કાર દ્વારા મુસાફરોને તેમની સીટ પર જ શુદ્ધ શાકાહારી ભોજન પીરસવામાં આવશે. બસ દ્વારા પ્રવાસ સ્થળોની મુલાકાત, બજેટ હોટેલમાં રહેવાની વ્યવસ્થા, માર્ગદર્શિકા અને અકસ્માત વીમો વગેરે જેવી સુવિધાઓ પૂરી પાડશે.
આ અંતર્ગત, પ્રવાસ માટે ત્રણ શ્રેણીઓ નક્કી કરવામાં આવી છે, જેમાં ઈકોનોમી ક્લાસ (સ્લીપર) માટે રૂૂ. 21,200/-, કમ્ફર્ટ ક્લાસ -3એસી માટે રૂૂ. 38,100 /- અને કમ્ફર્ટ ક્લાસ - 2એસી માટે રૂૂ. 46,800/- ના દરો નક્કી કરવામાં આવ્યા છે. આ પ્રવાસમાં IRCTC દ્વારા કઝઈ સુવિધા પણ આપવામાં આવી રહી છે.IRCTC દ્વારા શરૂૂ કરવામાં આવેલ ટૂર પેકેજમાં બુકિંગ શરૂૂ થઈ ગયું છે, હવે પેકેજ બુક કરોEMIથી આ સુવિધા ફક્ત ઓનલાઇન બુકિંગ માટે ઉપલબ્ધ છે. IRCTC ની વેબસાઇટ(www.irctctourism.com) પર લોગીન કરી ઓનલાઇન ટૂર પેકેજ બુક કરી શકો છો. રસ ધરાવતા પ્રવાસીઓ ટુર પ્રોગ્રામ માટે WhatsApp અથવા ઇમેઇલ: roadiirctc.com પર કરી શકો છો.
ટુર પ્રોગ્રામની માહિતી અને બુકિંગ માટે આઈ.આર.સી.ટી.સી.ની ઓફિસમાં અમદાવાદ- 079-29724433, 93219 01849, 93219 01851, 70210 90572, વડોદરા: 70210 90837. રાજકોટ: 93219 01852. સુરત: 70210 90498, 93219 01851 નંબર પર સંપર્ક કરવા જણાવાયું છે.