રેલનગરની પરિણીતાનો રેસકોર્સમાં ઝેરી દવા પી આપઘાતનો પ્રયાસ
ગંભીર હાલતમાં સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડાઇ
શહેરના રેલનગર વિસ્તારમાં રહેતી પરિણીતાએ રેસકોર્ષમાં સ્વીમીંગપુલ પાસે ઝેરી દવાપી આપઘાતનો પ્રયાસ કરતા તેને ગંભીર હાલતમાં સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામા આવી છે.
જાણવા મળતી વિગત મુજબ રેલનગરમાં ગંગોત્રી પાર્કમાં રહેતી ર્કિતીબેન અતુલભાઇ નીથીયા (ઉ.વ.30) નામની પરિણીતાએ આજે બપોરે રેસકોર્ષ અંદર સ્વીમંગપુલ પાસે કોઇ કારણસર ઝેરી દવા પી લેતા તેને ગંભીર હાલતમાં સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી છે. પ્રાથમિક તપાસમાં તેનો પતિ વાંકાનેર નજીક ટ્રેકટર કંપનીમાં નોકરી કરતો હોવાનુ અને તેને સંતાનમાં બે પુત્ર હોવાનું જાણવા મળ્યું ે છે. તેણીએ આ પગલુ શા માટે ભરી લીધુ તે જાણવા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
જયારે બીજા બનાવમાં બાલાજી હોલ પાસે ચંદ્રેશનગરમાં રહેતી બીનાબેન દિનેશભાઇ પરમાર (ઉ.વ.28)નામની યુવતીએ આજે બપોરે પોતાના ઘરે અગમ્ય કારણસર એસીડ પી લેતા તેને સારવાર માટે હોસ્પિટલમા ખસેડાઇ છે.