પાણીથી રહકતો રેલનગર અંડરબ્રિજ ગંભીરા જેવો જ જોખમી
રાજકોટ મહાનગરપાલિકા દ્વારા દસેક વર્ષ પહેલા બનાવેલા વોર્ડ નંબર ત્રણમાં આવેલા રેલ નગર અન્ડર બ્રીજ જે તત્કાલીન સમયે કરોડો રૂૂપિયાના ખર્ચે કરવામાં આવેલ હતો પરંતુ એ કરોડો રૂૂપિયાનો ખર્ચ પાણીમાં તણાયો હતો. કારણ કે આ બ્રિજમાં ચોમાસુ અને ચોમાસા બાદ સતત 24 કલાક પાણી ટપકતું રહેતું હોવાને પગલે રેલનગર અંડરબ્રિજનો ઉપયોગ કરનાર અનેક વાહનચાલકો સ્લીપ થવાની ઘટનાઓ બની છે. અને આ સતત પાણીના પ્રવાહના પગલે ગંભીરા બ્રિજને જેમ આ અંડર બ્રિજ પણ શહેરીજનો માટે જોખમી બન્યો છે.
આ બ્રિજનો ઉપયોગ સવારથી સાંજ સુધીમાં રેલનગરના હજારો પરિવારો ઉપયોગ કરી રહ્યા છે અંદાજે 60 હજારની વસ્તી ધરાવતા રેલનગર વિસ્તારમાં અવરજવર કરવા માટે પોપટપરાનું નાલુ અને આ અંડર બ્રિજ આશીર્વાદ સમાન છે પરંતુ સામાન્ય વરસાદે પોપટપરાનું નાલુ બંધ થઈ જાય છે જે પગલે ફરજિયાત રેલનગર અંડર બ્રિજનો ઉપયોગ કરવાની ફરજ પડે છે. પરંતુ આ બ્રિજ પણ સામાન્ય વરસાદમાં પાણી પાણી થઈ જાય છે. રાજકોટમાં હજુ બારે મેઘ ખાંગા થયા નથી ત્યાં રેલ નગર અન્ડર બ્રીજમાં ચુવાક શરૂૂ થઈ ગયું છે અને પાણી પાણી હોવાને પગલે અવરજવર કરતા નાગરિકોને ભારે હાલાકીનો સામનો કરવો પડે છે.
આ રેલનગર બ્રિજમાં ચોમાસામાં જ પાણી ટપકે છે એવું નથી ચોમાસા બાદ પણ મહિનાઓ સુધી પાણી ટપકતું હોવાને પગલે આ બ્રિજમાં ટપકતા પાણી અંગે અધિકારી પદાધિકારીઓએ સાઇટ વિઝીટ કરી હતી અને ત્યારબાદ આ ટપકતા પાણી બંધ કરવા માટે અંદાજે 60 થી 70 લાખ માં કોન્ટ્રાક્ટ આપવામાં આવેલ હતો અને પોલીસ કમિશનરે જાહેરનામું બહાર પાડી 15 જ દિવસ આ બ્રિજ સંપૂર્ણપણે બંધ કરવામાં આવ્યો હતો અને ત્યારબાદ મુદત વધારવામાં આવી અને બ્રિજને વધુ બંધ કરાયો હતો અને તત્કાલીન સમયે કોન્ટ્રાક્ટર અને પદાધિકારીઓએ જાહેર કર્યું હતું કે વોટર પ્રૂફિંગ ને પગલે હવે રેલનગર બ્રિજ કોરો રહેશે અને પાણી નહીં પડે પરંતુ હાલ સામાન્ય વરસાદે રેલનગર બ્રિજમાં સતત 24 કલાક પાણી ટપકતું હોય અને કરવામાં આવેલ તમામ ખર્ચ પાણીમાં ગયો છે.
ત્યારે રેલ નગર અંદર બ્રિજમાં અને તેના સમારકામમાં ભ્રષ્ટાચારની બદબૂ આવી રહી છે જે પગલે તત્કાલીન સમયે કોન્ટ્રાક્ટ માં ટેન્ડરની શરતો મુજબ જો પાણી બંધ કરવાની કોન્ટ્રાક્ટરની બાંહેધરી હોય તો કોન્ટ્રાક્ટરને પેનલ્ટી કરવી અથવા બ્લેક લિસ્ટ કરી તેની પાસેથી નાણાંની રિકવરી કરવાની કોંગ્રેસ દ્વારા માંગ કરવામાં આવી છે.