રાજકોટ
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
ગુજરાતરાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયવ્યવસાયવિશેષ અંકReligious
Advertisement

ગોંડલ-આટકોટ-જૂનાગઢમાં LDOના ધંધાર્થીઓ ઉપર દરોડા

11:37 AM Dec 02, 2024 IST | Bhumika
Advertisement
Advertisement

ગુજરાતમાં ગેરકાયદેસર ચાલતા એલડીઓના વેચાણ અંગે ગાંધીનગરની ટીમને મળેલી બાતમીના આધારે રાજકોટ અને જુનાગઢ જિલ્લામાં દરોડા પાડી મોટા પ્રમાણમાં એલડીઓનો જથ્થો સીઝ કર્યો છે. રાજકોટ જિલ્લાના જસદણ અને ગોંડલ તેમજ જુનાગઢ જિલ્લામાં કેશોદમાં ગાંધીનગરથી ટીમ ત્રાટકી હોય એલડીઓનું વેચાણ કરતા વિક્રેતાઓમાં સોપો પડી ગયો હતો.

સ્થાનિક જિલ્લા પુરવઠા તંત્રની શિથિલતા વચ્ચે ગાંધીનગરની ટીમે દરોડા પાડયા હતા. રાજકોટના જસદણ નજીક આટકોટમાં વાણીરાજ હોટલ પાસે દરોડામાં ટેન્કર તેમજ ભુગર્ભમાં ટાંકો બનાવી એલડીઓનો જથ્થો સ્ટોર કરવામાં આવ્યો હોવાનું માલુમ પડતા આ જથ્થો સીઝ કરી દેવાયો હતો. ગોંડલમાં પણ ગાંધીનગરની ટીમે દરોડો પાડયો હતો અને તપાસ કરતા જીએસટીની કાર્યવાહીને કારણે હાલ ગોંડલ પંથકમાં એલડીઓનું વેચાણ બંધ હોવાનું માલુમ પડયું હતું.

જૂનાગઢ જિલ્લામાં બિલાડીના ટોપની જેમ જિલ્લા આખામાં ગેરકાયદે એલડીઓનું વેચાણ થઈ રહ્યું છે. તો બીજી તરફ સ્થાનિક તંત્રને ઢોર નિંદ્રામાં રાખી ગાંધીનગરની ટીમે કેશોદમાં રેડ કરી હતી. ત્યારે જે એલડીઓ ઉપર ગેરકાયદે બાયોડીઝલ વેચાતા હોવાની બાકીના આધારે ગાંધીનગરની ટીમે સ્થાનિક તંત્રને સાથે રાખી દરોડા પાડ્યા હતા. જેમાં 6,000 લીટર જેટલો ગેરકાયદે બાયો ડીઝલનો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો હતો. તેના માલિકે કહ્યું હતું કે, હું હપ્તા નથી આપતો માટે માત્ર મારા એક જ એલડીઓ ઉપર રેડ કરવામાં આવી છે.

જૂનાગઢ જિલ્લામાં ગેરકાયદે વેચાતા બાયોડીઝલનો ધંધો ચલાવવા માટે તંત્ર દ્વારા જૂનાગઢથી લઇ ઉપર સુધી લાખો રૂૂપિયાના હપ્તા આપવામાં આવે છે તેવા પણ એલડીઓના માલિકે આક્ષેપો કર્યા હતા. ત્યારે જે એલડીઓ ઉપર રેડ કરવામાં આવી હતી, તેના માલિકે ગાંધીનગરની ટીમને પૂરી બાતમી દેવા છતાં પણ અધિકારી બીજા વિભાગની જવાબદારી આવે તેવું કહેવા લાગ્યા હતા.
ત્યારે અધિકારીની આ વાતચીત પરથી જૂનાગઢથી માંડી ગાંધીનગર સુધી લાખો રૂૂપિયાના હપ્તાઓ જતાં હશે તેવું લોકોમાં ચર્ચા રહ્યું છે.

ઉપર સુધી હપ્તા આપવામાં આવે છે: પંપ ચાલકનો આક્ષેપ
એલડીઓના માલિક ઉદય મિયાત્રાએ જણાવ્યું હતું કે, હું કેશોદમાં એલડીઓનો પંપ ચલાવું છું. ગાંધીનગરની ટીમ દ્વારા મારા પેટ્રોલ પંપ પર નામજોગ રેડ કરવામાં આવી છે. હપ્તાખોરી ન દેવાના કારણે ગાંધીનગર ની ટીમ દ્વારા મારા એલડીઓ પર રેડ કરવામાં આવી છે. અહીંથી બે કિલોમીટર દૂર જ એલડીઓનું ડીઝલ વેચાય છે, છતાં પણ ક્યાં કોઈ જતું નથી. હું પૈસા નથી આપતો તેનો ખાર રાખી માત્ર મારા રેડ કરવામાં આવી છે. મેં વીડિયો સાથે અધિકારીઓને અન્ય જગ્યાએ પણ આવા એલડીઓ ચાલતા હોવાની વાત કરી હતી, પરંતુ તેને માત્ર મારો જ કર્યો છે. કારણ કે અન્ય લોકો હપ્તા આપે છે અને હું નથી આપતો તેના કારણે મારા એલટીઓ પર રેડ કરવામાં આવી છે. જે હપ્તાઓ આપવામાં આવે છે, તેમાં સરકાર પણ સામેલ છે. મારા એલડીઓ પર કોઈ હાજર ન હતું અને મારા એલડીઓ પંપનું તાળું પણ તોડી નાખવામાં આવ્યું હતું. ગાંધીનગરની ટીમ હિટલરશાહી ચલાવે છે અને જૂનાગઢ તંત્રથી માંડી ઉપર સુધી બધા પૈસા લે છે.

Tags :
Gondal-Atkot-Junagarhgujaratgujarat newsLDO businessmenraid
Advertisement
Next Article
Advertisement