લોધિકા પંથકમાં જુગાર કલબ પર દરોડો : 5.46 લાખનો મુદ્દામાલ જપ્ત
રાજકોટના બે સહિત કુલ નવ ઝડપાયા, બે ભાગી ગયા
લોધિકા પંથકમાં જુગાર ક્લબ પર દરોડો પાડતા રૂૂ.5.43 લાખનો મુદ્દામાલ મળી આવ્યો હતો. આ મોટો અખાડો ખરા ગામની સીમમાં આવેલી સુરેશ સવજી સાકરીયાની વાડીમાં ચાલતો હતો. જેમાં 9 આરોપી પકડાયા હતા.જ્યારે બે શખ્સો ભાગી ગયા હતા.રાજકોટ રૂૂરલ એલસીબીએ આ કાર્યવાહી કરી હતી.
રાજકોટ રૂૂરલ એલસીબીએ જુગાર રમતા ધીરૂૂભાઇ ચકુભાઇ ટીંબડીયા રહે.મુ.ચીભડા પ્લોટ વીસ્તાર તા.લોધીકા જી.રાજકોટ,વિશાલભાઇ મનસુખભાઇ વાઘેલા રહે.મુ. ચીભડા ગામ કોળીવાસ તા-લોધીકા જી-રાજકોટ,દશરથસિંહ ઉર્ફે પિંટુભાઇ બહાદુરસિંહ ઉર્ફે બટુકસીંહ જાડેજા રહે. મોટાવડા ગામ પ્લોટમા તા-લોધીકા,ગોપાલભાઇ ઉર્ફે રવીભાઇ રમેશભાઇ સાકરવાડીયા રહે - ત્રાકુડા ગામ તા-ગોંડલ જી-રાજકોટ,જગદિશભાઇ ઉર્ફે જગો બટુકભાઇ કાલીયા મુળ રહે-વેજલકા તા-ચુડા જી-સુરેન્દ્રનગર,રમેશભાઇ ધનજીભાઇ બોખાણી રહે. રાજકોટ શીતલપાર્ક શાસ્ત્રીનગર શેરી નં-9,આનંદ રણછોડભાઇ પરમાર રહે. રાજકોટ રામાપીર ચોકડી લાખના બંગલા પાસે અક્ષયનગર, જગદિશભાઇ બાબુભાઇ દુધાત્રા રહે. ચીભડા ગામ ચોરા પાસે તા-લોધીકા જી-રાજકોટ,પુજાબેન વા/ઓફ વીશાલભાઇ મનસુખભાઇ વાઘેલા રહે.મુ.ચીભડા કોળીવાસ તા.લોધીકા જી.રાજકોટ,ચંદુભાઇ રત્નાભાઇ રાદડીયા રહે.મુ.ચીભડા, સુરેશભાઇ રામજીભાઇ વાઘેલા રહે.મુ.ચીભડા અને સુરેશભાઇ સવજીભાઇ સાકરીયા રહે.લોધીકા પટેલ સમાજ પાસેનું નામ ખુલતા નવને ઝડપી લીધા હતા.
પીઆઇ ઓડેદરા અને સ્ટાફે 2.71 લાખની રોકડ,વાહનો આઠેક મોબાઈલ સહિત 5.43 લાખનો મુદામાલ જપ્ત કર્યો હતો.આ અંગે લોધિકા પોલીસ મથકે ગુનો દાખલ થયો હતો.પોલીસે વાડી માલિક સ્થળ પર ન મળી આવતા તેની અને ભાગી છૂટેલા બે આરોપીની શોધખોળ શરૂૂ કરી છે.