ઈ પેપરવિશેષ અંકવ્યવસાયઆંતરરાષ્ટ્રીય
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
રાજકોટSportsક્રાઇમગુજરાતરાષ્ટ્રીયReligious
Advertisement

ત્રણ સ્થળે દરોડા: દારૂની ર1 બોટલ સાથે પાંચ શખ્સ ઝડપાયા

12:33 PM Jul 27, 2024 IST | admin
featuredImage featuredImage
Advertisement

મોટર સાઈકલ સહિત રૂા.6પ હજારનો મુદ્દામાલ કબજે

Advertisement

જામનગર શહેર સહિત જિલ્લામાં ત્રણ જગ્યાએ પોલીસે દરોડા પાડી વિદેશી દારૂૂની ર1 બોટલ સાથે પાંચ શખ્સને ઝડપી લઈ મોટર સાયકલ સહિત કુલ મળી રૂૂપિયા 6પ હજારનો મુદ્દામાલ કબ્જે લઈ પ્રોહિબિશન એક્ટ હેઠળ કાર્યવાહી હાથ ધરી હતી.જામનગરના નાની લાખાણી ગામે બાપા સિતારામની મઢુલી પાસેથી સુઝુકી મોટર સાયકલ ઉપર જઈ રહેલાં સાગર રામજીભાઈ માંગલિયા અને મનોજ બીજલભાઈ વઘોરા નામના બન્ને શખ્સને પંચ એ પોલીસે અટકાવી તલાશી લેતાં તેઓ પાસેથી રૂૂપિયા પાંચ હજારની કિંમતની વિદેશી દારૂૂની દસ નંગ બોટલ મળી આવતાં બન્નેની પોલીસે ધરપકડ કરી વિદેશી દારૂૂ અને મોટર સાયકલ સહિત કુલ મળી રૂૂપિયા 3પ હજારનો મુદ્ામાલ કબ્જે લઈ આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

જ્યારે જામનગરના ફલ્લા ગામના રોડ પરથી જીજે37 એન 843ર નંબરના જ્યુપીટર મોટર સાયકલમાં જઈ રહેલા હિતેષ ભીમજીભાઈ ભાંભી અને રામ રાજાભાઈ મુદલિયાર નામના બન્ને શખ્સને સ્થાનિક પોલીસે અટકાવી તલાશી લેતાં તેઓની પાસેથી રૂૂા. 4પ00ની કિંમતની નવ નંગ વિદેશી દારૂૂની બોટલ મળી આવતાં કુલ મળી રૂૂપિયા ર9,પ00નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.ઉપરાંત જામનગરમાં તળાવની પાળ વિસ્તારમાં આવેલ ડોમીનોલ્સ પીત્ઝા પાસેથી પસાર થતાં વિમલ રાજેશભાઈ મહેતા નામના શખ્સને સિટી એ પોલીસે અટકાવી તલાશી લેતાં તેના પાસેથી રૂૂપિયા 1000ની કિંમતની વિદેશી દારૂૂની બે નંગ બોટલ મળી આવતાં ધરપકડ કરી હતી.

Tags :
alcoholcrimegujaratgujarat newsjamnagarjamnagarnews
Advertisement
Advertisement