જામનગર જિલ્લામાં જુગાર અંગે છ સ્થળે દરોડા : 20 જુગારીઓ પકડાયા
જામનગર શહેર અને જિલ્લામાં ગઈકાલે સાંજે અથવા મોડી રાત્રે પોલીસે જુગાર અંગે કુલ છ સ્થળે દરોડા પાડ્યા છે, અને પાંચ મહિલા સહિત 20 આરોપીઓની અટકાયત કરી છે. જામનગરમાં સાધના કોલોની વિસ્તારમાં પ્રથમ દરોડો પાડવામાં આવ્યો હતો. જ્યાંથી જાહેરમાં ગંજી પાના વડે જુગાર રમી રહેલી પ્રતિમાં બેન હિંમતસિંહ ચૌહાણ, મધુબેન બીપીનભાઈ રાવલ, નીતાબા ભરતસિંહ પિંગળ, સુનિતાબેન હિતેન્દ્રભાઈ નાગપાલ, મીનાબેન વલીદાસભાઈ સોલંકી, તેમજ અંકિત વલીદાસ સોલંકી સહિત છ પત્તા પ્રેમીઓની રૂૂપિયાની અટકાયત કરી લઇ તેઓ પાસેથી રૂૂપિયા 5,070 ની રોકડ રકમ અને જુગારનું સાહિત્ય કબજે કર્યું છે.
આ ઉપરાંત જુગાર અંગેનો બીજો દરોડો જામનગર નજીક હાપા વિસ્તારમાં ક્રિષ્ના ટાઉનશિપમાં પાડવામાં આવ્યો હતો. ત્યાંથી ગંજીપાના વડે જુગાર રમી રહેલા રાજેશ રાણાભાઇ ગઢવી, નરેન્દ્રસિંહ છત્રસિંહ ઝાલા સહિત છ પત્તા પ્રેમીઓની અટકાયત કરી લઈ તેઓ પાસેથી રૂૂપિયા 1,81,500ની માલમતા કબજે કરી છે.
આ ઉપરાંત જામનગર શહેર અને અન્ય ગ્રામ્ય વિસ્તારમાં પોલીસે જુગાર અંગેના જુદા જુદા વધુ ચાર દરોડાઓ પાડવામાં આવ્યા હતા, અને અન્ય આઠ આરોપીઓની અટકાયત કરી લેવામાં આવી છે. તેમજ જુગારનું સાહિત્ય કબજે કર્યું છે.