થાનગઢનાં વેલાળા ગામે ગેરકાયદે ચાલતા કાર્બોેસેલ ખનન પર દરોડા, 13 લાખનો મુદ્દામાલ જપ્ત
ચોટીલા પ્રાંત અધિકારી દ્વારા થાન મૂળી ચોટીલા વિસ્તારોમાં દરોડા કરી ગેરકાયદે ચલાવાતા ખાડાઓ બંધ કરવામાં આવ્યા છે. ત્યારે આ ખાડાઓ ફરી ચાલુ નથાય તે માટે પ્રાંત અધિકારી અને ટીમ કાર્યવાહી કરે છે. થાનના વેલાળા(સા)વિસ્તારમાં ખાનગી જમીનમાં ચાલતા કાર્બોસેલ પર દરોડા પાડવામાં આવ્યા હતા.
સુરેન્દ્રનગર જિલ્લામાં મળી આવતા ખનીજ તત્વોને ભૂમાફિયાઓ ગેરકાયદે ખનન કરી સરકારી તિજોરીને નુકસાન પહોંચાડે છે.ત્યારે ચોટીલા પ્રાંત અધિકારી દ્વારા થોડા સમયમાં અનેક કાર્યવાહી કરતા ભૂમાફિયાઓમાં ફફડાટ સાથે દોડધામ મચી છે.
ત્યારે 29-5-2025 ના રોજ સાંજના 6 વાગ્યાના અરસામાં નાયબ કલેક્ટર ચોટીલા એચ. ટી. મકવાણા અને મામલતદાર થાનગઢની સંયુક્ત ટીમ દ્વારા થાનગઢ તાલુકાના વેલાળા (સા) ગામમાં આવેલ ખાનગી માલિકીના સર્વે નંબર 29 જૂનો સર્વે નંબર 77/2 વાળી જમીનમાંથી 1 કૂવા તેમજ આજુબાજુ વિસ્તારમાં કુલ 9 કૂવા મળી કુલ 10 ગેરકાયદે કાર્બોસેલના કૂવામાં અસામાજિક તત્વો દ્વારા કાર્બોસેલનું ખનન કરતા હતા.
જે અમારી ટીમને જોતા જ તમામ ઈસમો નાસી ગયા હતા. આથી સ્થળ ઉપરથી 150 ટન કાર્બોસેલ, 200 નંગ ડિટોનેટર, 850 મીટર પાઇપ, 10 ચરખી, 20 બકેટ, 60 મીટર સેફ્ટી ફ્યુસ, 225 નંગ સુપર પાવર સહિત રૂા.13 લાખનો મુદામાલ જપ્ત કરવામાં આવ્યો હતો.