રાજકોટ
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
ગુજરાતરાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયવ્યવસાયવિશેષ અંકReligious
Advertisement

જામજોધપુરના તરસાઈ ગામે સ્ટેટ મોનિટરિંગ સેલનો દરોડો; જુગાર રમતા સાત શખ્સો ઝડપાયા

12:45 PM Feb 12, 2024 IST | Bhumika
Advertisement

રોકડ સહિત રૂા.1.52 લાખનો મુદ્દામાલ કબજે કરતી એસએમસી

Advertisement

જામજોધપુર તાલુકાના તરસાઈ ગામમાં જાહેરમાં ધમધમતા જૂગારધામ ઉપર સ્ટેટ મોનીટરીંગ સેલની ટીમે દરોડો પાડીને 7 શખસોને ઝડપી લઈને રોકડ સહિત રૂા.1.5ર લાખનો મુદામાલ કબ્જે કર્યો છે.એસ.એમ.સી.એ દરોડો પાડી સ્થાનિક પોલીસનું નાક વાઢી લીધું હતું.

તરસાઈ ગામમાં રહેતા જીગ્નેશભાઈ ગોરધનભાઈ ચુડાસમાના ઘરની બાજુમાં ખુલ્લી જગ્યામાં જૂગારધામ ધમધમતુ હોવાની બાતમીના આધારે શનિવારે મોડી સાંજના ગાંધીનગરની સ્ટેટ મોનિટરીંગ સેલની ટીમે દરોડો પાડતા સ્થાનિક પોલીસમાં દોડધામ મચી જવા પામી હતી અને સ્ટેટ મોનિટરીંગ સેલની ટીમે જૂગાર રમતા જીગ્નેશ ગોરધનભાઈ ચુડાસમા, દર્શન અશોકભાઈ ફળદુ, અમરીશ દેવાભાઈ બથવાર, વિનોદ જેરામભાઈ ભલસોડ, કિશોર છગનભાઈ પરમાર, અર્જુન નાગજીભાઈ મેણાણીયા અને આંબા ટપુભાઈ વાઘેલા નામના શખસોને ઝડપી લીધા હતાં. તેના કબ્જામાંથી રોકડ રૂૂ.36,570 તેમજ રૂૂ.25,500ની કિંમતના 6 મોબાઈલ ફોન અને રૂા.90 હજારની કિંમતના 3 મોબાઈલ ફોન મળીને કુલ રૂા.1,પર,070નો મુદામાલ કબ્જે કર્યો હતો અને સ્ટેટ મોનિટરીંગ સેલના પોલીસ હેડ કોન્સ્ટેબલ કિશોરભાઈ સરમણભાઈ નંદાણીયાએ જામજોધપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પીઆઈ વાય.જે.વાઘેલાએ તપાસ હાથ ધરી છે.

Tags :
gujaratgujarat newsjamnagarjamnagar news
Advertisement
Next Article
Advertisement