રાહુલ ગાંધીની જૂનાગઢની મુલાકાત છેલ્લી ઘડીએ રદ
04:38 PM Sep 18, 2025 IST
|
Bhumika
Advertisement
જુનાગઢમાં ચાલી રહેલ કોંગ્રેસની પ્રશિક્ષણ શિબિરમાં આજે લોકસભાના વિપક્ષી નેતા રાહુલ ગાંધી માર્ગદર્શન આપવા આવનાર હતા પરંતુ દિલ્હીમાં ખરાબ હવામાનના કારણે તેમનું વિમાન ઉડી નહીં શકતા આજનો જુનાગઢનો તેમનો કાર્યક્રમ રદ કરવામાં આવ્યો છે.
Advertisement
હવે સંભવત: આવતીકાલે રાહુલ ગાંધી જુનાગઢ આવે તેવી શકયતા છે. જુનાગઢ ભવનાથ ખાતે ગુજરાતના કુલ 41 શહેર-જિલ્લા કોંગ્રેસ પ્રમુખોની પ્રશિક્ષણ શિબિર ચાલી રહી છે. 10 દિવસની આ પ્રશિક્ષણ શિબિરના ઉદઘાટનમાં કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે ઉપસ્થિત રહ્યા હતા અને ત્યારબાદ રાહુલ ગાંધીએ પણ હાજરી આપી માર્ગદર્શન આપ્યું હતું. દરમિયાન આજે પણ રાહુલ ગાંધી ફરી જુનાગઢ આવનાર હતા પરંતુ તેની મુલાકાત રદ થતા હવે આવતીકાલે શિબિરના સમાપનમાં આવે તેવી શકયતા છે.
Next Article
Advertisement