રાહુલ ગાંધીનો ધાર્મિક અવતાર: રામ-કૃષ્ણ અને શિવમય થવાની હાકલ
સ્થાનિક ચૂંટણી અને 2027ની વિધાનસભાની ચૂંટણીનો ઉલ્લેખ પણ ન કર્યા
માત્ર સત્તા માટે કામ કરતા નેતાને દૂર કરવાનું પણ સૂચન કર્યુ
વોટ ચોરીનો મુદ્દો દરેક લોકો સુધી પહોંચાડવાનું આહ્વાન કરતા રાહુલ ગાંધી
લોકસભા વિરોધપક્ષના નેતા રાહુલગાંધી જૂનાગઢમાં ચાલી રહેલી જિલ્લા પ્રમુખની પ્રશિક્ષણ શિબિરમાં નવા અવતારમાં જોવા મળ્યા હતા રાહુલ ગાંધીએ પ્રમુખોને સંબોધતા જણાવ્યું હતું કે, નફરત નહીં પ્રેમ તેને આગળ વધારવા અપીલ કરીને બંધુત્વની ભાવના પ્રજવલ્લીત રાખવાનું સુચન પણ કર્યુ ગઇકાલે રાહુલ ગાંધીએ બપોરના ત્રણ વાગ્યાથી પ્રશિક્ષણ શિબિર ચાલુ કરી હતી અને સતત સાડા ચાર કલાકનું મેરેથોન સરા લીધુ હતું.
ભવનાથ તળેટી પ્રેરણા ધામ ખાતે યોજાઇ રહેલી આ શિબિરમાં રાહુલ ગાંધીએ જણાવ્યું હતું કે, કુસ્તીમાં જે નિયમ છે. તેને લાગુ કરવો જોઇએ રાહુલ ગાંધીએ જણાવ્યું હતું કે કુસ્તીમાં એક ખેલાડી માટે તો તેનાથી બચવાનું હોય છે. કુસ્તીની વાત કરીને રાહુલ ગાધીએ જણવાયું હતું કે ગુજરાત ભાજપ ગમે તેટલો દાવ લે તેમ શાંતિ રાખીને તેમાંથી બહાર નીકળો. આ પ્રશિક્ષણ વર્ગમાં સામેલ થનાર પાલ આંબલિયાએ જણાવ્યું હતું કે, 18 તારીખે રાહુલ ગાંધી ફરી જૂનાગઢ આવશે તેમને જણાવ્યું હતું કે પાર્ટીના તમામ પ્રમુખને પ્રજાની વચ્ચે જવાની વાત કરી છે. આવનારી ચૂંટણીને વિચારધારા સાથે જોડવાનું કામ કરવા જણાવ્યું છે. તેમણે જણાવ્યું હતું કે, સતા માટે કામ કરતા નેતાને દૂર કરવા અને લોકોની વચ્ચેે રહી શકે તેવા નેતાની કોંગ્રેસને જરૂર છે. એવી ટકોર પણ કરી હતી.
4 કલાકની મેરેથોન ટ્રેઇનીંગ સરામાં વોટ ચોરીના મુદ્દો પણ સામેલ થયો હતો જેના ઉપર રાહુલ ગાંધીએ આ મુદ્દો લોકો સુધી લઇ જવાની વાત પણ કરી હતી. આ ઉપરાંત ભાજપના રામ અને આપણા રામ કહીને રામ, ક્રિષ્ણ અને શીવમય બનાવાની હાકલ પણ કરી હતી.