રાઘવજી પટેલના ખાતાઓનો હવાલો બે પ્રધાનોને સોંપાયો
05:36 PM Feb 12, 2024 IST
|
Bhumika
Advertisement
ગુજરાતના કેબિનેટ મંત્રી રાઘવજીભાઇ પટેલને બ્રેઇન સ્ટ્રોક આવતા રાજકોટની સિનર્જી હોસ્પિટલમાં આઇ.સી.યુ.માં દાખલ કરવામાં આવ્યા છે ત્યારે તેમના હસ્તકના વિભાગનો હવાલો રાજ્યકક્ષાના મંત્રી બચુભાઇ ખાબડને સોંપવામાં આવ્યો છે. જ્યારે અન્ય વિભાગોનો ચાર્જ કુંવરજી હળપતિને સોંપવામાં આવ્યો છે.
Advertisement
રાઘવજી પટેલ પાસે હાલ કૃષિ,પશુ-પાલન, ગૌ સંવર્ધન, મત્સ્યોદ્યોગ, ગ્રામગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસ સહિતના ખાતાઓ છે. તેમાંથી રાજ્યકક્ષાના મંત્રી બચુભાઇ ખાબડને કૃષિ વિભાગ તેમજ કુંવરજી હળપતિને શ્રમ-રોજગાર અને ગ્રામ વિકાસનો હવાલો સોંપાયો છે.
Next Article
Advertisement