For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

ચોટીલા દર્શન કરવા જતા રાધનપુરના પરિવારને અકસ્માત નડ્યો, એકનું મોત

12:12 PM Jun 11, 2025 IST | Bhumika
ચોટીલા દર્શન કરવા જતા રાધનપુરના પરિવારને અકસ્માત નડ્યો  એકનું મોત

સુરેન્દ્રનગર-મુળી હાઈવે પર માર્કેટ યાર્ડ પાસે કાર ચાલકે સ્ટિયરિંગ પરનો ગુમાવતા કાર ડીવાઈડર સાથે અથડાતા અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં કાર ચાલકનું ઘટના સ્થળે મોત નીપજ્યું હતું જ્યારે કારમાં સવાર અન્ય સાત મુસાફરને ઈજાઓ પહોંચતા સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયા હતા.

Advertisement

રાધનપુરના ગોસનાથ ગામથી એક પરિવાર ચોટીલા દર્શનાર્થે જઈ રહ્યો હતો. ત્યારે વહેલી સવારે સુરેન્દ્રનગર-મુળી હાઈવે પર મુળી માર્કેટ યાર્ડ પાસે કારના ચાલકે સ્ટિયરિંગ પરનો કાબુ ગુમાવતા કાર ઘડાકાભેર ડિવાઈડર સાથે અથડાઈ હતી. મહત્વનું છે કે, કાર જ્યારે પૂરપાટ ઝડપે પસાર થઈ રહી હતી ત્યારે ચાલકે અચાનક સ્ટિયરિંગ પરથી કાબુ ગુમાવ્યો હતો. જેના પગલે કાર રસ્તા પર રહેલા ડીવાઈડર સાથે અથડાઈ હતી. અકસ્માતમાં ઇકો કારનું રીતસરનું પડીકું વળી ગયું હતું.અકસ્માતમાં કાર ચાલક ભાવસંગભાઈ ઉર્ફે મનુભાઈ બચુુભાઈને ગંભીર ઈજાઓ પહોંચતા ઘટના સ્થળે મોત નીપજ્યું હતું.

જ્યારે કારમાં સવાર ભાવનાબેન બીજલભાઈ ઠાકોર, બીજલભાઈ દેવાભાઈ ઠાકોર, અશોકભાઈ બીજલભાઈ ઠાકોર, પાર્થભાઈ બીજલભાઈ ઠાકોર, ભાવનાબેન અશોકભાઈ ઠાકોર, તબુબેન ગંગારામભાઈ ઠાકોર, ગંગારામભાઈ ઠાકોરને ઈજાઓ પહોંચતા સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. આ અકસ્માતને પગલે હાઈવે પર ટ્રાફિકજામ સર્જાયો હતા તેમજ લોકોના ટોળેટોળાં સ્થળ પર ઉમટી પડયા હતા. બનાવ અંગે પોલીસને જાણ કરતા પોલીસ કાફલો પણ ઘટના સ્થળે આવી પહોંચ્યો હતો અને તપાસ હાથ ધરી હતી.

Advertisement

Advertisement
Tags :
Advertisement
Advertisement