For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

મોરબીમાં હડકાયા કૂતરાંનો આતંક, અનેકેને બચકાં ભર્યાં

11:24 AM Feb 04, 2025 IST | Bhumika
મોરબીમાં હડકાયા કૂતરાંનો આતંક  અનેકેને બચકાં ભર્યાં

મોરબીના નવલખી રોડ ઉપર આવેલ રામ ઔર શ્યામ સોસાયટીમાં કુતરાએ આતંક મચાવ્યા છે અને ત્યાં રસ્તા ઉપરથી પસાર થતા લોકોને બચકા ભર્યા છે તોવુ સ્થાનિક લોકો જણાવી રહ્યા છે દરમિયાન બાઈક ઉપર જતા એક વ્યક્તિને આ કુતરાએ બચકા ભર્યા હતા જેનો સીસીટીવી કેમેરાનો વિડીયો હાલમાં મોરબીના સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે.

Advertisement

અને સ્થાનિક લોકો દ્વારા આ કુતરાને મહાપાલીકા દ્વારા પકડવામાં આવે તેવી માંગ કરવામાં આવી રહી છે. મોરબી શહેર અને આસપાસના વિસ્તારમાં અવારનવાર રસ્તે રજડતા કુતરા દ્વારા નિર્દોષ લોકોને બચકા ભરવામાં આવતા હોય તેવી ઘટનાઓ બનતી હોય છે તેવામાં આજે બપોરે પોણા બાર વાગ્યાના અરસામાં મોરબીના નવલખી રોડ પર આવેલ રામ ઔર શ્યામ સોસાયટીમાં એક કુતરાએ આતંક મચાવ્યો હતો અને રસ્તા ઉપરથી પસાર થતા લોકોને આ કૂતરાએ બચકા ભરી લીધા હતા.

દરમિયાન ત્યાંથી બાઈક લઈને પસાર થયેલા એક વ્યક્તિને આ કૂતરાએ બચકા ભરી લીધા હતા જેથી બાઈક સહિત તે વ્યક્તિ રસ્તા ઉપર નીચે પટકાયો હતો અને સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ હતી જેનો વિડીયો હાલમાં સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે ત્યારે સ્થાનિક લોકોના કહેવા મુજબ આ કૂતરુ હડકાયુ થયેલ છે અને તે વિસ્તારમાં આતંક મચાવી દીધો છે અને કેટલાક લોકોને બચકા પણ ભરી લીધા છે જેથી કરીને કોઇ અઘટીત બનાવ બને ત્યારે પહેલા મહાપાલિકાની ટીમ દ્વારા આ રસ્તે રજડતા કૂતરાને પકડવામાં આવે તેવી માંગ કરવામાં આવી રહી છે.

Advertisement

Advertisement
Tags :
Advertisement
Advertisement