આર.ટી.ઓ. દ્વારા સિલ્વર અને ગોલ્ડ નંબરનું 17મીથી રિ-ઓક્શન
મોટરકાર માટે GJ03 NP અને મોટર સાઇકલની GJ-03 NRના બાકી રહેલ નંબર માટે ઓનલાઇન એપ્લિકેશન કરી શકશે
પ્રાદેશિક વાહન વ્યવહાર કચેરી, રાજકોટ દ્વારા તમામ મોટર વાહન માલિકોને જણાવાયું છે કે કચેરીમાં મોટર કાર પ્રકારના વાહનોને લગતીGJ 03 NI’ સીરીઝ રી-ઓક્શન તથા મોટર સાયકલ પ્રકારના વાહનોને લગતી GJ 03 NR સીરિઝ ઓક્શન તા.17/09/2024 થી શરૂૂ કરવામાં આવનાર હોઈ GJ 03 NP(મોટર કાર) તથા GJ 03 NK(મોટર સાયકલ) સીરીઝના તથા અગાઉની સીરીઝના બાકી રહેતા ગોલ્ડન-સીલ્વર નંબર મેળવવા માટે ઇચ્છુક વાહન માલિકો તેમના વાહનનું રજીસ્ટ્રેશન કરી onlinehttp://parivahan.gov.in/fancy પર online રજીસ્ટ્રેશન કરી રી-ઓકશનમાં ભાગ લઈ શકશે.
અરજદારે રી-ઓકશનમાં ભાગ લેવા માટે અરજદારે parivahan.gov.in વેબસાઇટ પર જવુ, વેબસાઇટમાં દર્શાવેલા ઓનલાઇન સર્વિસ પર ક્લિક કરવું. ત્યારબાદ fancy number booking પર ક્લિક કરવું. જેમાં પબ્લિક યુઝર પસંદ કરી આઈ.ડી. બનાવવું. આઈ.ડી.બનાવ્યા બાદ સી.એન.એ ફોર્મ ઓનલાઈન ભરવું. પસંદગીનો નંબર સિલેક્ટ કરી દર્શાવેલી ઓછાંમાં ઓછી ફી ભરવી, ઓનલાઇન ફી ભર્યા બાદ બિડિંગ એટલેકે હરાજીમાં ભાગ લેવો, - હરાજીમાં નંબર મેળવ્યા બાદ "5" દિવસમાં હરાજીની બાકીની રકમ ભરવી. હરાજીની રકમ ભર્યા બાદ આર.ટી.ઓ કચેરીએથી એર્પૂઅલ લઈ નંબર મેળવવો. વાહન ખરીદીના સાત દિવસમાં અરજદારે સી.એન.એ ફોર્મ ભરવાનું રહેશે.
મોટર કારની’ સીરિઝ GJ-03-NP તથા GJ-03-NR સીરીઝના તથા અગાઉની સીરીઝના બાકી રહેતા ગોલ્ડન-સીલ્વર નંબરનું ઓનલાઈન રી-ઓકશન થશે. રી-ઓક્શનમાં ગોલ્ડન-સીલ્વર નંબર મેળવવા માટે તા.17/09/2024 સાંજે 04:00 કલાક થી તા.19/09/2024 સાંજે 04:00 કલાક સુધી ઓનલાઇન એપ્લીકેશન કરવાની રહેશે. તેમજ તા.19/09/2024 સાંજે 04:01 કલાક થી તા.21/09/2024 ના સાંજે 04:00 કલાક સુધી ઓનલાઇન ઓકશનમાં બિડિંગ પ્રક્રિયા પૂર્ણ થયા બાદ તા.21/09/2024 સાંજે 04:15 ના રોજ પરીણામ ઓનલાઇન જાહેર થશે.