આર.કે. ગ્રૂપના બિલ્ડરોને બ્લેકમેઇલ કરવાનો પ્રયાસ નિષ્ફળ
રાજકોટના જાણીતા બિલ્ડર જૂથ આર. કે. ગ્રુપ દ્વારા વિવિધ પ્રકારે જે વિકાસલક્ષી કાર્યો અને બાંધકામો રાજકોટ અને આસપાસના વિસ્તારમાં થઈ રહ્યા છે તેની પ્રતિષ્ઠા પર કાદવ ઉછાળીને બ્લેકમેઈલ કરવાના હેતુથી કેટલાક તત્વો વ્યર્થ અને અકારણ ખોટા મુદ્દાસર પોલીસ તથા અદાલતી ફરિયાદો કરીને અખબારી માધ્યમો અને સોશિયલ મીડિયા દ્વારા આર. કે. જૂથને બદનામ કરવાના પ્રયત્નો કરે છે તેને સખત શબ્દોમાં આ જૂથ દ્વારા વખોડી કાઢવામાં આવેલ છે.
આર કે જૂથના અધિકારીની એક યાદી જણાવે છે કે છેલ્લા કેટલાક સમયથી આર. કે. પ્રાઈમ - 2 માં કેટલાક પરિબળો દ્વારા ઉપદ્રવ શરૂૂ કરવામાં આવ્યો છે. રાજકોટમાં નાના મવા સર્કલ ખાતે આવેલ આર. કે. પ્રાઇમની લોકપ્રિતાને ધ્યાનમાં રાખીને તથા ગ્રાહકોની વારંવાર ડિમાન્ડ હોવાને કારણે બિલ્ડર દ્વારા આર. કે. પ્રાઇમ - ટુ ની રચના કરવામાં આવી હતી. આર. કે. પ્રાઇમ ટુ નું નિર્માણ પણ ઉચ્ચ ગુણવત્તા સાથે કરવામાં આવ્યું અને રેરા ઓથોરિટી તથા સરકારના વખતો વખતના ધારાધોરણો અનુસાર પાર્કિંગનું વ્યવસ્થાપન પણ કરવામાં આવ્યું
પાર્કિંગમાં તથા કોમ્પ્લેક્સમાં પોતાની ધાક જમાવવા માટે કેટલાક ઈસમોએ તોડફોડ કરીને સીસીટીવીમાં કેદ થયેલા દ્રશ્યો પ્રમાણે આ કોર્પોરેટ કોમ્પલેક્ષને ગંભીર નુકસાન કરેલું છે અને એ જ સમયે એ જ ઈસમોએ વળી ચોર કોટવાળને દંડે એ રીતે બિલ્ડરો સામે કેસ કરેલા છે. આ કેસ નામદાર કોર્ટમાં ચાલી જતા અને પોલીસ તપાસ પૂરી થઈ ગયા પછી નિલ રિપોર્ટ આવતા અદાલત સામે ઉશ્કેરાઈને આ ઇસમે ફરીવાર ગુજરાત પોલીસ અને રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશનના અધિકારીઓ સામે મનઘડંત આક્ષેપો કરીને કેસ કર્યો છે.
આ ઈસમનો હેતુ આવા વારંવારના વ્યર્થ કેસ દ્વારા આ પ્રતિષ્ઠિત ગ્રુપને બદનામ કરવાનો છે.વળી આ ઈસમો પ્રાઈમ ટુ માં પોતાની જે ઓફિસ ધરાવે છે તે ઓફિસ તો તેના કોઈપણ પ્રકારના ઉપયોગ માટે નથી. માટે તેઓ ભાગ્યે જ એટલે કે મહિનામાં બે થી ત્રણ વખત આવે છે. હવે જેઓ ઓફિસે જ આવતા નથી તેઓ પાર્કિંગની ફરિયાદ કરે છે અને એની સામે જે લોકો રેગ્યુલર ઓફિસ આવે છે તેઓ બધા વ્યવસ્થિત ગોઠવાયેલા વ્યવસ્થા તંત્રથી રાજી છે. આર.કે પ્રાઈમ - ટુ ઓનર્સ એસોસિએશન પણ આવા ઈસમોના વારંવારના ઉપદ્રવોથી ત્રાસ અનુભવતું આવ્યું છે અને આ પ્રવૃત્તિઓથી સમગ્ર કોર્પોરેટ હાઉસની ઓફિસ અને શોરૂૂમના માલિકો તથા ભાડુઆતો બહુ જ તંગ આવી ગયા હોવા છતાં તેઓ ફરિયાદ કરવા સમર્થ ન હોવાથી આ ઈસમોને વધુ અરાજકતા ફેલાવવાનો મોકો મળી ગયેલો છે.
તા. 20/3/23 ના રોજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવેલી છે. જેને નજર અંદાજ કરાવવા માટે ઉક્ત ઈસમોએ પોતે કરેલા ગુનામાંથી છટકવા નવી ફરિયાદનો આશરો લીધેલ છે.