For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

RTOની ગ્રામ્ય કચેરીઓમાં પોર્ટલ બંધ રહેતા અરજદારોને ધક્કા

05:29 PM Jul 10, 2024 IST | admin
rtoની ગ્રામ્ય કચેરીઓમાં પોર્ટલ બંધ રહેતા અરજદારોને ધક્કા

છઝઘની ગ્રામ્ય કચેરીઓમાં પોર્ટલ બંધ રહેતા અરજદારોને ધક્કાબે-બે કલાક બેસાડયા બાદ સર્વર ઠપ હોવાનું જણાવતા આખો દિવસ બગડતો હોવાની હૈયાવરાળ ઠાલવતા અરજદારો

Advertisement

રાજકોટની આરટીઓ કચેરીમાં સર્વર વારંવાર બંધ થતા લર્નિંગ લાયસન્સ કઢાવવા માટે ઓનલાઇન પરીક્ષા આપી નહીં શકતા અરજદારોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. મોટા ભાગના અરજદારો ગ્રામ્ય વિસ્તારમાંથી આવતા હોય ધરમના ધક્કા થઇ રહ્યાની ફરીયાદ કરતા હોય છે. ધક્કા થતા પોતાની વ્યથા ઠાલવતા અરજદારોએ બળાપો કાઢતા કહ્યું હતું કે જો પોર્ટલ આવી રીતે જ ધાંધીયા કરતું હોય તો આવા ધાંધીયાવાળા સેન્ટરો જ બંધ કરી દેવા જોઇએ.

અરજદારે કહ્યું હતું કે દીકરાનું લર્નિંગ લાઇસન્સ કઢાવવા માટે લોધિકા આઇટીઆઇમાં કોમ્પ્યુટર ટેસ્ટ આપવા આવ્યા હતા. ગત એપ્રિલ માસમાં લર્નિંગ લાઇસન્સ કઢાવવા માટે એપોઇન્ટમેન્ટ લીધી હતી. બાદમાં ખીરસરામાં સ્થિત લોધિકા આઇટીઆઇમાં 3 વખત અપોઈન્ટમેન્ટ લીધી હતી. ત્રણથી ચાર વખત અહીં ધક્કા ખાઈએ છીએ. પરંતુ સર્વર કોઈ દિવસ ચાલુ હોતા જ નથી. મારા જેવા અનેક લોકો અહીં આવે છે અને સર્વર બંધ હોવાથી કોમ્પ્યુટર ટેસ્ટ આપ્યા વિના પરત ફરે છે. અહીં કોઈ જવાબદાર વ્યક્તિ હાજર નથી. આરટીઓમાં ફોન કર્યો તો તેઓએ આઇટીઆઇના પ્રિન્સિપાલની જવાબદારી ગણાવી અને અહીં પૂછ્યું તો આરટીઓને જવાબદાર ગણાવી જવાબદારીની ફેંકાફેંકી કરવામા આવી રહી છે. અહીં લાઇસન્સ મળતું નથી અને છોકરાઓ વાહન લઈને જાય તો પોલીસવાળા રોકે છે.

Advertisement

જ્યારે અન્ય એક અરજદારે કહ્યું કે, હું અહીં મારી પત્નીના લર્નિંગ લાઇસન્સ માટે કોમ્પ્યુટર ટેસ્ટ અપાવવા આવ્યો છું. બીજી વખત અપોઇન્ટમેન્ટ લીધેલી છે. બપોરે 3.30 વાગ્યાનો સમય હોવાથી 3 વાગ્યાથી અહીં આવી ગયા પરંતુ બાદમાં સર્વર બંધ થઈ જતાં 5 વાગ્યા સુધી રાહ જોઈ અને અહીંથી કહેવામાં આવ્યું કે, હવે ફરી એપોઇન્ટમેન્ટ લઈ લેજો. દૂરથી અહીં આવ્યા બાદ કહેવામાં આવે છે કે, સર્વર બંધ છે અને તેની અગાઉથી જાણ પણ કરવામાં આવતી નથી.

વધુમાં જણાવ્યું હતું કે, આ સમસ્યાનું કાયમી સોલ્યુશન જરૂૂરી છે. કારણ કે બબ્બે કલાક સુધી બેસાડ્યા બાદ લર્નિંગ લાઇસન્સ માટે કોમ્પ્યુટર ટેસ્ટ આપવાની ના પાડવામાં આવે તે વ્યાજબી નથી. જો કનેક્ટીવીટી ન હોય તો આવા સેન્ટર બંધ કરી દેવા જોઈએ અન્યથા જ્યારે કનેક્ટિવિટી હોય ત્યારે જ અપોઈન્ટમેન્ટ આપવી જોઈએ. આ બાબતે રાજકોટ ઇન્ચાર્જ આરટીઓ અધિકારી કેતન ખપેડે જણાવ્યું હતું કે, સારથી પરિવહન પોર્ટલ રાજ્ય કક્ષાએથી સંચાલીત થાય છે. જેથી અહીંથી આ સમસ્યાનું નિરાકરણ ન થઈ શકે. જોકે હાલ આરટીઓની મુખ્ય કચેરી ખાતે સર્વર ચાલુ છે.

Advertisement
Tags :
Advertisement
Advertisement