For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

પૂર્ણા નદીએ ભયજનક સપાટી વટાવતા નવસારી ડૂબ્યું

11:11 AM Jul 27, 2024 IST | Bhumika
પૂર્ણા નદીએ ભયજનક સપાટી વટાવતા નવસારી ડૂબ્યું
Advertisement

150થી વધુ વિસ્તારોમાં 8 ફૂટ સુધી પાણી ભરાયા, 2200 લોકોનું સ્થળાંતર, અનેક લોકો ઘર છોડવા મજબૂર: સુરત-નવસારી હાઇવે સહિત અનેક રસ્તાઓ બંધ, લોકો માટે હેલ્પલાઇન નંબર જાહેર કરાયા

નવસારીની પૂર્ણા નદીએ રૌદ્રરૂૂપ ધારણ કરતાં હવે પાણી શહેરમાં ઘૂસી રહ્યા છે. નવસારી શહેરના મુખ્ય ગણાતા મોટા બજાર સુધી પૂર્ણા નદીના પાણી પહોંચી ચૂક્યા છે. પાણી સાથે ડ્રેનેજનું પાણી પણ બેક મારતાં સ્થિતિ વિકટ બની છે. પૂર્ણાનું જળ સ્તર 23 ફૂટની ભયજનક સપાટી વટાવી 30 ફૂટ પર પહોંચી ગયું છે. નવસારીમાં આવવાના મોટાભાગના રસ્તાઓ પર પાણી ફરી વળતા મળ્યા છે. નવસારી-સુરતને જોડતા માર્ગ ઉપર ગોઠણ સમાથી વધુ પાણી ભરાયા છે. સાથે જ મહાવીર સોસાયટીમાં પણ પાણી ભરાયા છે અને વાહનો પાણીમાં ડૂબ્યા છે. પૂર્ણા નદીની સપાટી વધતાં ચિંતા વધી છે. નીચાણવાળા વિસ્તારોમાં પાણી ફરી વળ્યા છે. અત્યાર સુધી 2200 લોકોનું સ્થળાંતર કરાયું છે. પૂર્ણા નદી ભયજનક સપાટીથી ઉપર વહી રહી છે. પૂર્ણા નદી 30 ફુટની સપાટીએ વહી રહી છે. જો હજુ સપાટી વધે તો મુશ્કેલી વધી શકે છે. ઉપરવાસમાંથી વધુ પાણી આવે તો ચિંતા વધી શકે છે. પૂર્ણા નદીના પૂરના કારણે અનેક લોકો પ્રભાવિત થયા છે અને નવસારીના 35,000 લોકોને પૂરની અસર થઇ છે. 150થી વધુ સોસાયટીઓમાં પાણી ભરાયા છે. અનેક વિસ્તારોમાં 2થી 8 ફુટ સુધીના પાણી ભરાયા છે.

Advertisement

પૂર્ણા નદીએ રૌદ્ર સ્વરૂૂપ ધારણ કરતા નવસારીમાં તબાહી મચી છે. સેંકડો લોકો ઘર છોડવા મજબૂર બન્યા છે. નવસારી શહેરમાં છેલ્લા બે દિવસથી મેઘરાજાએ વિરામ લીધો છે. પરંતુ ઉપરવાસમાં વરસી રહેલા ધોધમાર વરસાદના કારણે પૂર્ણા નદી ગાંડીતૂર બનતા નવસારી શહેરમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે. પૂર્ણા નદીની ભયજનક સપાટીથી ઉપર વહી રહી છે.

શહેરના આ વિસ્તારોમાં ઘર હોય કે દુકાન હોય તમામ જગ્યાએ 5થી 8 ફૂટ પાણી જોવા મળી રહ્યાં છે. નવસારી-સુરત હાઈવે સહિત અન્ય કેટલાક રસ્તાઓ બંધ કરવાની નોબત આવી છે. ધોધમાર વરસાદને કારણે ઘણા નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા છે. આ સ્થિતિમાં અસરગ્રસ્તોની વ્હારે તંત્ર પહોંચ્યું છે. રાહત બચાવ કામગીરી, પોલીસ, વહીવટી તંત્ર અસરગ્રસ્તોની મદદે પહોંચ્યું છે. એનડીઆરએફ, એસડીઆરએફ ની ટીમોએ પણ અસરગ્રસ્ત વિસ્તારોમાં પહોંચી લોકોને સુરક્ષિત રીતે બહાર કાઢ્યા છે.

નવસારીમાં ઝીરો કેઝ્યુઅલિટીના એપ્રોચ સાથે કામગીરી કરવામાં આવી રહી છે. 2200 લોકોનું આશ્રયસ્થાનોમાં સુરક્ષિત રીતે સ્થળાંતર કરવામાં આવ્યું છે. રેલ રાહત કોલોની, બાલાપીર દરગાહ, દશેરા ટેકરી, રૂૂસ્તમવાડી, વિજલપોર મારૂૂતિનગર જેવા નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાને કારણે અંદાજિત 1560 લોકોનું સલામત સ્થળે સ્થળાંતર કરવામાં આવ્યું છે. જેમને ફુડપેકેટની તથા આરોગ્ય વિષયક તમામ સુવિધાઓ કરવામાં આવી છે. ગ્રામ્ય વિસ્તારના પારડી, વાડા, અડદા, ધારાગીરી, નશીલપોર, પીનસાડ, કછોલ, કસ્બાપાર, ચંદ્રવાસણસુપા ગામોમાં કુલ મળી 664 લોકોનું સલામત સ્થળે સ્થળાંતર કરવામાં આવ્યું છે. જ્યારે નાગરિકો માટે ટોલ ફ્રી નંબર 1077 તથા નવસારી જિલ્લાનો હેલ્પલાઇન નંબર 02637-233002/259401 ઉપર સંપર્ક કરવા અનુરોધ કરાયો છે.

નવસારીમાં આવેલી આકાશી આફત કારણે નવસારીના 35000થી વધુ લોકો પ્રભાવિત થયા છે. જેને લઇ તંત્ર દ્વારા સ્થાળાંતર કરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. સ્થાળાંતર કરાયેલા લોકો માટે જમવાની વ્યવસ્થા કરવાની કામગીરી નવસારીના રામજી મંદિર ખાતે કરવામાં આવી હતી.

Advertisement
Tags :
Advertisement
Advertisement