પંજાબ એન્ડ સિંધ બેંક દ્વારા ગ્રાહકો સાથે સંવાદ કાર્યક્રમ યોજાયો
પંજાબ એન્ડ સિંધ બેંક દ્વારા ગુજરાતમાં એકિઝ. ડાયરેકટર રાજીવ મિશ્રાની અધ્યક્ષતા સાથે વિનોદ પાંડે ( ફિલ્ડ જનરલ મેનેજર), સંજય પી. વાસ્તવ (જનરલ મેનેજર), મતિ મહિમા અગ્રવાલ (જનરલ મેનેજર), રાજેશ મેહલોત્રા (ઝોનલ મેનેજર, ગાંધીનગર ઝોન) ની ઉપસ્થિતીમાં તા. 26 અને 27 નવેમ્બર, 2025ના રોજ બે દિવસીય આઉટરીચ પહેલ અંતર્ગત નિકાસકારો સાથે મુલાકાત અને ગ્રાહકો સાથેની મુલાકાત-સંવાદ માધ્યમ દ્વારા બેંકીંગ વ્યવસાય સાથે તેઓના વ્યવસાયની સરળતા અંગે રચાયેલ ડિજિટલ પ્લેટફોર્મ દ્વારા ગ્રાહકો સાથેના મજબૂત સંબંધો બનાવવા અને નાણાકીય જરૂૂરિયાતો સમજવાના ઉદ્દેશ્ય સાથે પારદર્શક સંવાદ માધ્યમથી ગ્રાહક સેવા વિસ્તરણ અને વ્યવસાયિક સ્થિરતાને ટેકો આપવામાં બેંકની ભૂમિકા અંતર્ગત વિકસતી વ્યવસાયિક સહાયક ભાગીદાર બનવાની પહેલ કરી હતી. જેમાં ઉન્નત ક્રેડિટ ડિલિવરી, સુધારેલી નિકાસ વૃદ્ધિને પ્રોત્સાહન, ધિરાણ, કાર્યકારી મૂડી ઉકેલો અંતર્ગત ઝડપી લોન પ્રક્રિયા, સ્પર્ધાત્મક વ્યાજદરો, ડિજિટલ નવીનતાઓ અને ગ્રાહક ફરિયાદ નિવારણ પદ્ધતિઓ દ્વારા સરળ બેંકિંગ અનુભવ સાથે ટોચના નેતૃત્વને ગ્રાહકોની નજીક લાવવાની બેંક દ્વારા પહેલ કરી હતી.
રાજીવાએ નિકાસકારો અને ગ્રાહકોનો પંજાબ એન્ડ સિંધ બેંકમાં વિશ્વાસ રાખવા બદલ આભાર માન્યો અને ખાત્રી આપી હતી કે તેમની નાણાંકીય જરૂૂરિયાતોને પૂર્ણ કરવા માટે સક્રિય રીતે કામગીરી ચાલુ રાખશે.