જેતપુરના ચામુંડાનગરમાં દારૂના અડ્ડા પર જનતા રેડ, બુટલેગર મહિલાની ધરપકડ
જેતપુરના ચામુંડા નગર વિસ્તારમાં ઘણા વર્ષોથી ખુલ્લેઆમ દેશી દારૂૂ વેચાઈ રહ્યો હોવાની સ્થાનિકોની અનેક રજૂઆત છતાં પણ દેશી દારૂૂનું વેચાણ ચાલુ જ રહેતા સ્થાનિક મહિલાઓએ દેશી દારૂૂના અડ્ડા પર જનતા રેડ કરી દેશી દારૂૂના જથ્થો પકડી પોલીસને બોલાવી દારૂૂ વેચતી મહિલાને પકડાવી હતી.
દેશી દારૂૂ અને ડ્રગ્સ ખુલ્લેઆમ વેચાઇ રહ્યાના જીજ્ઞેશ મેવાણીએ આક્ષેપ કરી રાજ્યભરમાં સરકાર સામે હલ્લાબોલ કર્યો છે. ત્યારે સરકાર બચાવમાં લાગી છે અને દારૂૂ, ડ્રગ્સ વેચતા બુલેગરો પર તૂટી પડવા પોલીસને આદેશ કર્યા છે. તેમ છતાં હજુ ગામેગામ દારૂૂ ડ્રગ્સ વેચાઈ જ રહ્યો છે.જેતપુરમાં ચામુંડાનગરમાં રહેતા લોકોની ધીરજ ખૂટી પડી હતી અને વારંવારની રજૂઆતો છતાં દારૂૂનો વેપલો ચાલતો રહેતો હોઇ, લોકોએ જ જનતા રેડ પાડી પોલીસને બોલાવી મહિલાને સોંપી દીધી હતી. જો કે આ દરમિયાન બુટલેગર મહિલા અને સ્થાનિક મહિલાઓ વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી.
અને બુટલેગર મહિલાનો સગીર પુત્ર જનતા રેડ કરનારી મહિલાઓ સાથે બેફામ ગાળાગાળી પણ કરતો હતો તેમ છતાં મહિલાઓ ટસની મસ થઇ ન હતી. બાદમાં બુટલેગર મહિલાને લઇ પોલીસ મથકે રવાના થઇ હતી. જે કામ પોલીસે કરવાનું થતું હતું એ મહિલાઓએ જનતા રેડ સાથે મળીને કરી બતાવ્યું હતું.