જામનગરમાં આપના ગોપાલ ઇટાલિયાની જાહેર સભા યોજાઇ
આમઆદમી પાર્ટીના નેતાઓ આજે જામનગર આવ્યા હતા. અને બપોરે બાઈક રોડ શો પછી ટાઉનહોલમાં સભા ગજાવી હતી., જ્યાં કોંગ્રેસમાંથી છુટા પડેલા કોર્પોરેટરો સહિત અનેક આગેવાનો એ .’આપ’નો ખેસ ધારણ કર્યો હતો. ત્યારે સ્થાનિક રાજકારણમાં ગરમાવો જોવા મળ્યો છે. અને કોંગ્રેસ ને મોટો ફટકો પડયો છે.
આજે બપોરે 3 વાગ્યે જામનગરમાં આમ આદમી પાર્ટી દ્વારા મહાપ્રભુજીની બેઠક પાસે થી બાઈક રોડ શો નું આયોજન કરવામાં આવ્યું હતું. આ બાઈક રોડ શો કાલાવડ નાકા, દરબારગઢ, ચાંદી બજાર, દીપક ટોકીઝ, બેડી ગેઈટ થઈ ટાઉનહોલ પહોંચી હતી જ્યાં સાંજે સભા નું આયોજન કરવામાં આવ્યું હતું. આપ ના ધારાસભ્ય ગોપાલ ઈટાલીયા, અને હેમંત ખવા, આપ ના શહેર પ્રમુખ રાજેન્દ્રસિંહ સોઢા વિગેરે ઉપસ્થિતિ માં યોજાયેલ સભા માં વોર્ડ નંબર 12ના કોર્પોરેટર અસ્લમ ખીલજી, જેનબબેન ખફી, ફેમિદાબેન જુણેજા અને સ્થાનિક આગેવાન હાજી રીઝવાન જુણેજા વગેરે એ આપ ના ખેસ ધારણ કર્યો હતો.