મોટી પાનેલી પંચાયત હસ્તકની મિલકતની ભાડેથી જાહેર હરાજી
નિર્વિવાદ રીતે જાહેરમાં હરાજી કરી ઉંચી બોલી બોલનાર ભાડુઆતને મિલકત સોપાઇ
ઉપલેટા તાલુકાના મોટી વસ્તી ધરાવતા ગામ મોટી પાનેલીમાં ગ્રામ પંચાયત હસ્તકની મિલ્કતો ની ભાડેથી આપવા અંગે જાહેર હરાજીનું આયોજન કરવામાં આવેલ. વર્ષો થી પંચાયત હસ્તકની આ મિલકતો લગતા વળગતા વેપારી કે સંસ્થાઓ પંચાયત પાસેથી વ્યાજબી ભાડેથી પોતાના ધંધા રોજગાર ચલાવવા વાપરે છે અને દર વર્ષે નિર્વિવાદ રીતે વેપારીઓ સમયસર ભાડુ ચૂકવી રહ્યા છે ચાલુ સાલ પણ પંચાયત દ્વારા મિલ્કતોનું જાહેરનામું બહાર પાડી ભાડેથી રાખવા માંગતા ગ્રામજનો પાસે ડિપોઝીટની રકમ લઈ શરતો અનુસાર જાહેરમાં બોલી લગાવવાની જાહેરાત કરવામાં આવેલ જેમાં બહોળી સંખ્યામાં ગ્રામજનોએ ભાગ લીધો હતો.
અને જે મિલ્કતો ભાડેથી આપવામાં આવી છે તે નિર્વિવાદ રીતે જાહેરમાં હરાજી કરી ઉંચી બોલી બોલનાર ભાડુઆતને સોપવામાં આવેલ છે અન્ય ત્રણ જેટલી મિલ્કતોની હરાજી હજુ બાકી છે જે પણ આવનારા ટૂંક સમયમાં જાહેરનામું બહાર પાડી ગ્રામજનો ને જાણ કરી જાહેરમાં હરાજી કરવામાં આવશે તેમ પંચાયત સરપંચની યાદી જણાવે છે હરાજી સરપંચ શારદાબેન ચંદુભાઈ જાદવના નેતૃત્વમાં મંત્રીની હાજરીમાં પંચાયતના કર્મચારીઓ દ્વારા કરવામાં આવેલ જેમાં ગામ આગેવાનો સાથે બહોળી સંખ્યામાં ગ્રામજનો જોડાયા હતા.