For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

મનોવિજ્ઞાનનો અભ્યાસ હવે એકસટર્નલમાં નહીં કરી શકાય

01:20 PM Aug 20, 2025 IST | Bhumika
મનોવિજ્ઞાનનો અભ્યાસ હવે એકસટર્નલમાં નહીં કરી શકાય

સોશિયલ મીડિયા અને કોરોનામાં લોકોને મળેલા માનસિક સધિયારાને સમજી UGCનો પરિપત્ર: રેગ્યુલર જ ભણવું પડશે

Advertisement

કોરોના દરમિયાન લોકડાઉનને લીધે લોકોની માનસિક સમસ્યાઓનું નિરાકરણ મનોવૈજ્ઞાનિક રીતે કાઉન્સેલિંગ થકી જ થયું હતું, જેની મહત્ત્વતા સમજી UGCએ આ મહત્ત્વપૂર્ણ નિર્ણય લીધો હોવાનું માનવામાં આવી રહ્યું છે. આ નિયમ દેશની સરકારી તેમજ ખાનગી યુનિવર્સિટીઓને પણ લાગુ પડશે. મનોવિજ્ઞાનનો વિષય ડિસ્ટન્સ લર્નિંગ, એક્સટર્નલ કે ઓનલાઇન મોડ ઉપર નહીં ભણી શકાય. કારણ કે, 12 ઓગસ્ટના UGCએ એક સર્ક્યુલર જાહેર કરી રેગ્યુલર મોડ પર મનોવિજ્ઞાન વિષયનો અભ્યાસ કરવાનું ફરજિયાત બનાવવામાં આવ્યું છે.

તાજેતરમાં યુનિવર્સિટી ગ્રાન્ટ્સ કમિશન (UGC) એ ઓપન એન્ડ ડિસ્ટન્સ લર્નિંગ (ODL) અને ઓનલાઈન મોડ દ્વારા ઓફર થતા સાઇકોલોજી (મનોવિજ્ઞાન) સહિતના અમુક અભ્યાસક્રમો બંધ કરવાનો નિર્ણય લીધો છે. આ નિર્ણયનો મુખ્ય હેતુ મનોવિજ્ઞાન જેવા ક્ષેત્રમાં શિક્ષણની ગુણવત્તા સુધારવાનો અને વિદ્યાર્થીઓને વ્યવહારુ (ાફિભશિંભફહ) અને વ્યાવસાયિક (ાજ્ઞિરયતતશજ્ઞક્ષફહ) તાલીમ પૂરી પાડવાનો છે, જે માત્ર ઓનલાઈન અભ્યાસક્રમોમાં શક્ય નથી. આ નિર્ણયનો મુખ્ય ઉદ્દેશ મનોવિજ્ઞાનના શિક્ષણને વધુ મજબૂત અને ઉચ્ચ ગુણવત્તાવાળું બનાવવાનો છે, જેથી આ ક્ષેત્રમાં આવતા વિદ્યાર્થીઓ સમાજમાં વધુ અસરકારક ભૂમિકા ભજવી શકે.

Advertisement

મનોવિજ્ઞાન એ એક પ્રાયોગિક વિષય છે. તેમાં માનવ વર્તન, સંશોધન, અને ઉપચાર જેવી બાબતોનો અભ્યાસ કરવામાં આવે છે. આ માટે વિદ્યાર્થીઓએ પ્રયોગશાળામાં પ્રાયોગિક કાર્યો, કેસ સ્ટડીઝ અને વાસ્તવિક ક્લિનિકલ સેટિંગ્સમાં કામ કરવું જરૂૂરી છે. ઓનલાઈન અભ્યાસક્રમોમાં આ પ્રકારની વ્યવહારુ તાલીમ શક્ય નથી. હવે, વિદ્યાર્થીઓને ક્લાસરૂૂમ સેટિંગમાં વધુ સારી પ્રાયોગિક તાલીમ મળશે. પરંપરાગત શિક્ષણમાં વિદ્યાર્થીઓ સીધા જ પ્રોફેસરો અને નિષ્ણાતોના સંપર્કમાં રહી શકે છે. આનાથી તેઓ પ્રશ્નો પૂછી શકે છે, ચર્ચા કરી શકે છે અને વધુ ઊંડાણપૂર્વક વિષય સમજી શકે છે.

UGCના આ નિર્ણયથી મનોવિજ્ઞાન વિષયને પૂરતો ન્યાય મળશે. મનોવિજ્ઞાન એ વાંચીને શીખી જવાય એવો વિષય નથી. તેના માટે સતત તાલીમ, પ્રયોગો અને ફિલ્ડવર્કમાં જવું ખૂબ જ મહત્ત્વનું હોય છે. માટે ઓનલાઈન કે ડિસ્ટન્સ લર્નિંગ થકી મનોવિજ્ઞાન શીખનારને પૂરતી તાલીમ મળતી નથી. ડો. યોગેશ જોગસણ, પ્રોફેસર, મનોવિજ્ઞાન ભવન ક્લિનિકલ સાઇકોલોજી, કાઉન્સેલિંગ અને રિસર્ચ જેવા ક્ષેત્રોમાં પ્રવેશ માટે વ્યવહારુ અનુભવ અત્યંત જરૂૂરી છે. આ નિર્ણયથી વિદ્યાર્થીઓને એવા સંસ્થાઓમાં ભણવાની તક મળશે જ્યાં તેઓ આ પ્રકારની તાલીમ મેળવી શકે, જે ભવિષ્યમાં તેમની કારકિર્દી માટે ખૂબ જ ફાયદાકારક સાબિત થશે.

Advertisement
Tags :
Advertisement
Advertisement