PSI વી.કે.ઝાલાને PSI અને ડી.પી. ઝાલાને આર્થિક ગુના નિવારણ સેલમાં પોસ્ટિંગ
બદલી બાદ રાજકોટ શહેર પોલીસ બેડામાં હાજર થયેલા બે PSIની નિમણૂંક
ગૃહ વિભાગ દ્વારા રાજ્યના પોલીસ વિભાગમાં 118 પીએસઆઈની બદલીના હુકમો કરવામાં આવ્યા હતાં. જેમાં રાજકોટ શહેરના પાંચ અને ગ્રામ્યના એક મળી છ પીએસઆઈની બદલી કરવામાં આવી હતી. જ્યારે અન્ય જિલ્લામાંથી રાજકોટ શહેરમાં પીએસઆઈને મુકવામાં આવ્યા હોય તેમાં ગીર સોમનાથથી હાજર થયેલા પીએસઆઈ વી.કે.ઝાલાને એસઓજીમાં જ્યારે સાબરકાંઠાથી હાજર થયેલા બી.પી.ઝાલાને આર્થિક ગુના નિવારણ સેલમાં પોસ્ટીંગ આપવામાં આવ્યું છે.
રાજ્યના પોલીસ વિભાગમાં 118 પીએસઆઈની ઓગસ્ટ મહિનાના અંતમાં બદલીના હુકમો થયા હતાં. જેમાં રાજકોટ શહેરમાંથી પાંચ પીએસઆઈની બદલી કરવામાં આવી હતી અને તેમના સ્થાને અન્ય જિલ્લામાંથી ત્રણ પીએસઆઈને રાજકોટ મુકવામાં આવ્યા હતાં. રાજકોટ સીટીમાં સાબરકાંઠાથી બદલીમાં આવેલા ડી.પી.ઝાલાને આર્થિક ગુના નિવારણ સેલમાં જ્યારે ગીર સોમનાથથી આવેલા પીએસઆઈ વી.કે.ઝાલાને એસઓજીમાં પોસ્ટીંગ આપવામાં આવ્યું છે. પીએેસઆઈ ડી.પી.ઝાલા અગાઉ રાજકોટ ગ્રામ્ય પોલીસ વિભાગમાં ફરજ બજાવી ચુકયા છે.
મુળ ખેરવાના વતની ડી.પી.ઝાલાએ પોતાના ફરજ કાળ દરમિયાન અનેક મોટા ગુનાઓનો ભેદ ઉકેલી પ્રસંનીય કામગીરી કરી છે. રાજકોટ પોલીસ કમિશ્નર બ્રજેશકુમાર ઝાએ હાજર થયેલા બન્ને કાર્યદક્ષ પીએસઆઈને મહત્વની બ્રાંચમાં પોસ્ટીંગ આપ્યું છે. આર્થિક ગુનાઓ માટે શરૂ કરવામાં આવેલ આર્થિક ગુના નિવારણ સેલમાં ડી.પી.ઝાલાને મુકવામાં આવ્યા છે. જ્યારે શહેરમાં ગેરકાયદેસર માદક પદાર્થોની હેરાફેરી કરતાં તત્વો સામે કાર્યવાહી કરતી મહત્વની ગણાતી એસઓજીમાં વી.કે.ઝાલાને પોસ્ટીંગ અપાયું છે.