For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

PSIની શારીરિક કસોટીનું પરિણામ વેબસાઇટ પર જાહેર

01:56 PM Feb 18, 2025 IST | Bhumika
psiની શારીરિક કસોટીનું પરિણામ વેબસાઇટ પર જાહેર

Advertisement

રાજ્યમાં પોલીસ સબ-ઇન્સ્પેક્ટર (PSI) નું શારીરિક કસોટીનું પરિણામ જાહેર કરવામાં આવ્યું છે. ઉત્તીર્ણ થયેલા તમામ ઉમેદવારોની યાદી વેબસાઈટ પર જાહેર કરવામાં આવી છે. રાજ્યમાં 8 જાન્યુઆરી 2025થી રાજયના 15 કેન્દ્રો ઉપર બિન હથિયારી પોલીસ સબ ઇન્સ્પેકટર શારીરિક કસોટીનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં શારીરીક કસોટી પૂર્ણ થતા આ કસોટીમાં બિન હથિયારી પોલીસ સબ ઇન્સ્પેકટરની શારીરીક કસોટીમાં ઉતીર્ણ થયેલ ઉમેદવારોની વિગતો પોલીસ વિભાગે જાહેર કરી છે.

શારીરિક કસોટીમાં ઉત્તીર્ણ થયેલા ઉમેદવારોની યાદી વેબસાઈટ પર મુકવામાં આવી છે. શારીરિક કસોટીમાં ઉત્તીર્ણ થયેલા ઉમેદવારોgprb. gujarat. gov.in અને lrdgujarat 2021.IN વેબસાઈટ પર ચેક કરી શકશે. જો કોઈપણ ઉમેદવારને શારીરીક કસોટીના પરિણામની વિગતો અંગે કોઈ વાંધો કે રજૂઆત હોય તો અરજી સાથે કોલલેટરની નકલ સામેલ કરી જરૂૂરી પુરાવા સાથે 22 ફેબ્રુઆરી 2025 સુધીમાં ગુજરાત પોલીસ ભરતી બોર્ડની કચેરી બંગલા નંબર- ગ-12, સરિતા ઉધાનની નજીક, સેકટર-9, ગાંધીનગર-382007 ખાતે રૂૂબરૂૂમાં અથવા રજી.પો.એ.ડી. અથવા સ્પીડ પોસ્ટ અથવા કુરીયર કરી શકે છે. જ્યારે 22 ફેબ્રુઆરી 2025 બાદ કોઇપણ અરજીઓ ધ્યાને લેવામાં આવશે નહીં.

Advertisement

Advertisement
Tags :
Advertisement
Advertisement