ઈ પેપરવિશેષ અંકવ્યવસાયઆંતરરાષ્ટ્રીય
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
રાજકોટSportsક્રાઇમગુજરાતરાષ્ટ્રીયReligious
Advertisement

શાળાઓમાં શિક્ષણ સહાયકની ભરતી માટેની કામચલાઉ મેરીટ યાદી જાહેર

05:26 PM Jun 14, 2025 IST | Bhumika
Advertisement

ગુજરાત શિક્ષણ વિભાગ દ્વારા બહાર પાડવામાં આવેલી સરકારી માધ્યમિક શાળાઓ અને બિનસરકારી અનુદાનિત માધ્યમિક શાળાઓમાં શિક્ષણ સહાયક ભરતી -2024ની પ્રક્રિયા ચાલી રહી છે. આ ભરતીનું શુક્રવારે (13 જૂન 2025)ના રોજ કામચલાઉ મેરિટ યાદી જાહેર કરી છે. જેમાં ગુજરાતી અને અંગ્રેજી માધ્યમ પ્રમાણે વિષય આધારિત પ્રોવિઝનલ મેરિટ લિસ્ટ જાહેર કરવામાં આવ્યું છે જેને લઈને શિક્ષણ વિભાગ દ્વારા સત્તાવાર વેબસાઈટ પર માહિતી પુરી પાડવામાં આવી છે.

Advertisement

રાજ્યમાં શિક્ષણ સહાયક ભરતી-2024નું પ્રોવિઝનલ મેરીટ લિસ્ટ જાહેર કર્યું છે. જેમાં ઉમેદવારને કોઈપણ પ્રકારનો વાંધો જણાય તો તેઓ આગામી 16 જૂનના સવારે 10:30 થી સાંજે 6:10 વાગ્યા સુધીમાં પોતાનો વાંધો સંબંધિત જિલ્લાના શિક્ષણાધિકારીની કચેરી જરૂૂરી દસ્તાવેજ સાથે રજૂ કરવાનો રહેશે. આ વાંધો અગાઉ ડોક્યુમેન્ટ વેરિફિકેશન કરાવેલા જે-તે જિલ્લામાં કરવાનો રહેશે.

ભરતીના મેરીટ અને અન્વયે જરૂૂરી સૂચનાઓ વેબસાઈટ https://www.gserc.in/ પર જાહેર કરવામાં આવી છે. જેને લઈને ગુજરાત રાજ્ય શૈક્ષણિક સ્ટાફ ભરતી પસંદગી સમિતિ-ગાંધીનગર દ્વારા સંબંધિત ઉમેદવારોએ નોંધ લેવા જણાવવામાં આવ્યું છે.

Tags :
gujaratgujarat newsschoolsteaching assistants
Advertisement
Next Article
Advertisement