શાળાઓમાં શિક્ષણ સહાયકની ભરતી માટેની કામચલાઉ મેરીટ યાદી જાહેર
ગુજરાત શિક્ષણ વિભાગ દ્વારા બહાર પાડવામાં આવેલી સરકારી માધ્યમિક શાળાઓ અને બિનસરકારી અનુદાનિત માધ્યમિક શાળાઓમાં શિક્ષણ સહાયક ભરતી -2024ની પ્રક્રિયા ચાલી રહી છે. આ ભરતીનું શુક્રવારે (13 જૂન 2025)ના રોજ કામચલાઉ મેરિટ યાદી જાહેર કરી છે. જેમાં ગુજરાતી અને અંગ્રેજી માધ્યમ પ્રમાણે વિષય આધારિત પ્રોવિઝનલ મેરિટ લિસ્ટ જાહેર કરવામાં આવ્યું છે જેને લઈને શિક્ષણ વિભાગ દ્વારા સત્તાવાર વેબસાઈટ પર માહિતી પુરી પાડવામાં આવી છે.
રાજ્યમાં શિક્ષણ સહાયક ભરતી-2024નું પ્રોવિઝનલ મેરીટ લિસ્ટ જાહેર કર્યું છે. જેમાં ઉમેદવારને કોઈપણ પ્રકારનો વાંધો જણાય તો તેઓ આગામી 16 જૂનના સવારે 10:30 થી સાંજે 6:10 વાગ્યા સુધીમાં પોતાનો વાંધો સંબંધિત જિલ્લાના શિક્ષણાધિકારીની કચેરી જરૂૂરી દસ્તાવેજ સાથે રજૂ કરવાનો રહેશે. આ વાંધો અગાઉ ડોક્યુમેન્ટ વેરિફિકેશન કરાવેલા જે-તે જિલ્લામાં કરવાનો રહેશે.
ભરતીના મેરીટ અને અન્વયે જરૂૂરી સૂચનાઓ વેબસાઈટ https://www.gserc.in/ પર જાહેર કરવામાં આવી છે. જેને લઈને ગુજરાત રાજ્ય શૈક્ષણિક સ્ટાફ ભરતી પસંદગી સમિતિ-ગાંધીનગર દ્વારા સંબંધિત ઉમેદવારોએ નોંધ લેવા જણાવવામાં આવ્યું છે.