રાજકોટ
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
ગુજરાતરાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયવ્યવસાયવિશેષ અંકReligious
Advertisement

PM-JAY માટે રૂા. 3676 કરોડની જોગવાઈ

04:25 PM Feb 20, 2025 IST | Bhumika
featuredImage featuredImage
Advertisement

આરોગ્ય વિભાગના બજેટમાં 16.35 ટકાનો વધારો કરી રૂા. 23,385 કરોડની જોગવાઈ : રાજકોટ, સુરત, ગાંધીનગરમાં કેન્સર-કાર્ડિયાકની સેવા માટે રૂા. 231 કરોડ ફાળવ્યા

Advertisement

વધુ ચાર જિલ્લામાં કેન્સરની સારવાર મળશે

રાજ્ય સરકાર વર્ષ 2030 સુધીમાં માતા મૃત્યુદર અને બાળ મૃત્યુદરમાં 50% ઘટાડાના ધ્યેય સાથે રાજ્યના તમામ લોકોની આરોગ્ય અને સુખાકારી વધુ મજબૂત બનાવવા કાર્યશીલ છે. જે માટે હું આ વિભાગના ₹20,100 કરોડના બજેટમાં 16.35%નો વધારો કરી ₹23,385 કરોડની જોગવાઇ સૂચવું છું.

વર્ષ 2023-24ના નીતિ આયોગ દ્વારા જાહેર કરવામાં આવેલ Good Health and Well Being (SDG Index No.3) માં ગુજરાતે દેશના તમામ રાજ્યોમાં પ્રથમ સ્થાન પ્રાપ્ત કરેલ છે.

પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ 70 વર્ષથી વધુ ઉંમરના વડીલો, ગરીબ અને મધ્યમ વર્ગના અંદાજે 2 કરોડ 67 લાખ લોકોને કેશલેસ સારવાર માટે ₹3676 કરોડ, G.M.E.R.S. સંચાલિત મેડીકલ હોસ્પિટલો માટે ₹1392 કરોડ, આરોગ્ય સુવિધાઓના સુદ્રઢીકરણ તેમજ બિનચેપી રોગો અને અન્ય જાહેર આરોગ્યની સમસ્યાઓના નિયંત્રણ હેતુ રાજ્ય સરકાર દ્વારા વર્લ્ડ બેન્કના સહકારથી શરૂૂ કરાયેલ શ્રેષ્ઠ ગુજરાત પ્રોજેક્ટ માટે ₹400 કરોડ, અમદાવાદની જેમ મેડીસિટી પ્રકારની ઝોનવાઇઝ સુવિધાઓ ઉપલબ્ધ બનાવવાના વડોદરા ખાતે મલ્ટી સ્પેશિયાલિટી તેમજ કાર્ડિયાક માટેની સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલ નિર્માણાધીન છે. તે ઉપરાંત સુરત ખાતે કાર્ડિયાક, કિડની અને યુરોલોજી સેવાઓ; રાજકોટ ખાતે કેન્સર અને કાર્ડિયાક સેવાઓ; ગાંધીનગર ખાતે કાર્ડિયાક, કિડની અને યુરોલોજી સેવાઓ શરૂૂ કરવા ₹231 કરોડની જોગવાઇ કરાઈ છે.

કેન્સરના દર્દીઓને ગુજરાત કેન્સર રિસર્ચ ઇન્સ્ટીટ્યુટ, અમદાવાદ સુધી સારવાર લેવા ન આવવુંપડે અને નજીકમાં સુવિધા ઉપલબ્ધ બને તે માટે લસાડ, ગોધરા, હિંમતનગર અને પોરબંદર ખાતે સારવાર શરૂૂ કરવા ₹198 કરોડની જોગવાઇ. બી. જે. મેડીકલ કોલેજ-અમદાવાદ, મેડીકલ કોલેજ-વડોદરા અને એમ. પી. શાહ મેડીકલ કોલેજ-જામનગર ખાતે પી.જી.ના વિધાર્થીઓ માટે હોસ્ટેલનું બાંધકામ કરવા ₹137 કરોડ, સરકારી મેડીકલ કોલેજો અને સંલગ્ન હોસ્પિટલો ખાતે નવા તબીબી સાધનો ઉપલબ્ધ કરાવવા માટે ₹100 કરોડ અને સારવારની સેવાઓ સુદ્રઢ કરવા ₹52 કરોડ આદિજાતિ અને સામાન્ય વિસ્તારના સામૂહિક આરોગ્ય કેન્દ્રો ખાતે સાધન સામગ્રી પૂરી પાડવા માટે રૂા.52 કરોડ, એમ્બ્યુલન્સની સુવિધા સુદ્રઢ બનાવવા માટે 108 ઇમરજન્સી સેવા હેઠળ 200 નવી એમ્બ્યુલન્સ માટે ₹48 કરોડની જોગવાઇ કરી છે.

સુરત અને વડોદરા ખાતે ગાયનેક, પિડીયાટ્રીક વિભાગ અને સંલગ્ન નિયોનેટલ આઈ.સી.યુ., ઓબ્સેટ્રેટિક આઈ. સી. યુ., ગાયનેક આઈ. સી. યુ. વગેરેની સેવાઓ તથા પિડીયાટ્રીક સર્જરી વિભાગ શરૂૂ કરવા માટે ₹44 કરોડ, નર્સિંગ કોલેજ, સુરત અને જામનગર ખાતે વિધાર્થીનીઓ માટે ગર્લ્સ હોસ્ટેલનું બાંધકામ કરવા ₹41 કરોડ, ખોરાક અને ઔષધ નિયમન તંત્ર માટે ગાંધીનગર-અમદાવાદ ખાતે ખોરાક અને ઔષધના નમૂના તેમજ જુનાગઢ, મહેસાણા અને વલસાડ ખાતે ખોરાકના નમૂનાઓની ચકાસણી માટે આધુનિક પ્રયોગશાળા ઊભી કરવા ₹28 કરોડ, ગવર્મેન્ટ સ્પાઈન ઈન્સ્ટીટયુટ, અમદાવાદ ખાતે સ્પાઈનલ સર્જરી, ઓક્યુપેશનલ થેરાપી અને પ્રોસ્થેટીક અને ઓર્થોટીક વિભાગોમાં શૈક્ષણિક હેતુ માટે ₹10 કરોડની ઔષધના નમૂનાઓનું ઓન ધ સ્પોટ ટેસ્ટીંગ કરવા માટે ₹10 કરોડની જોગવાઇ કરાઈ છે. આયુષ સેવાઓ અદ્યતન બનાવવા સરકારી આયુર્વેદ અને હોમિયોપેથી કોલેજ, હોસ્પિટલો તથા દવાખાનામાં તબીબી ઉપકરણો માટે વિશેષ જોગવાઇ કરવામાં આવી છે.

Tags :
gujaratGujarat budgetgujarat newsPM-JAY
Advertisement
Advertisement