થાનગઢ આગકાંડમાં ત્રણ અધિકારીને પ્રાંતનું સમન્સ
બે મેનેજર અને ખેતીવાડી અધિકારીને હાજર થવા આદેશ : જરૂરી દસ્તાવેજ રજૂ ન કરતા કૌભાંડની આશંકા
સુરેન્દ્રનગરના થાનગઢમાં સરકારી ગાડાઉનમાં આગને લઈ તપાસનો ધમધમાટ શરૂૂ છે,જેમાં ચોટીલા પ્રાંત અધિકારીએ 3 લોકોને સમન્સ પાઠવ્યું છે જેમા સેન્ટ્રલ વેર હાઉસીંગના મેનેજર, ગોડાઉન મેનેજર,ખેતીવાડી અધિકારીને પણ આજે હાજર થવા માટે સમન્સ પાઠવવામાં આવ્યું છે.મામલતદારે વારંવાર જરૂૂરી દસ્તાવેજ માંગ્યા હતા છતાં રજૂ ન કરતા આગકાંડમાં મીલીભગતની આશંકા હોવાની શંકા સેવાઈ રહી છે.
આ સમગ્ર આગમાં એક કરોડથી વધુનો માલ સળગી ગયો હોવાની પણ વાત છે જેમાં જરુરી કાગળો દસ્તાવેજ રજૂ કરવામાં ગલ્લાતલ્લા કરવામાં આવી રહ્યાં છે.મગફળીનો તમામ જથ્થો બળીને ખાખ થયો હતો.જો સમન્સ પાઠવીને પણ હાજર નહી થાય તો તેમની સામે પણ કાર્યવાહી કરવામાં આવશે,હાલ એફએસેલ દ્વારા પણ કામગીરી કરાઈ છે અને તપાસનો ધમધમાટ શરૂૂ કરાયો છે,આગ કોઈના દ્વારા લગાડવામાં આવી છે કે શું તેને લઈ તપાસનો ધમધમાટ ચાલી રહ્યો છે.
વધુમાં આ અધિકારીએ કહ્યું હતુ કે આ ગોડાઉનમાં રાખવામાં આવેલ સામાન ભાડેથી રાખવામાં આવે છે. આ વિસ્તારના લોકલ ખેડૂતો પાસેથી મગફળીની ખરીદી કરી અહી ગોડાઉનમાં જ રાખવામાં આવે છે. મગફળીનું ઉત્પાદન કરનાર ખેડૂતોને જથ્થો મોકલવામાં સરળતા રહે માટે ગોડાઉનમાં જ મોટાભાગના મગફળીના જથ્થાનો સંગ્રહ કરવામાં આવે છે. આગામી દિવસોમાં મરીમસાલાની સિઝન છે. ત્યારે આ દિવસોમાં બજારમાં મગફળીની માગ રહેશે. અને એટલે જ ગોડાઉનમાં મગફળીનો સંગ્રહ કર્યા બાદ બજારમાં વેચાણ માટે લઈ જવાની હતી.
પરંતુ અચાનક ગોડાઉનમાં આગ લાગતા મોટાભાગનો મગફળીનો જથ્થો બળીને રાખ થઈ ગયો. આગ ઘટનાથી મગફળીના ખેડૂતોને મોટું નુકસાન ભોગવવાનો વારો આવ્યો છે. ખેડૂતો સરકાર પાસે રાહત માંગી શકે છે. થાનગઢમાં મગફળીના ગોડાઉનમાં શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હોવાનુ અનુમાન સેવાઈ રહ્યું છે. ફાયરબ્રિગેડે ગોડાઉનમાં લાગેલ આગ પર કાબૂ મેળવી લીધો છે. તેના બાદ હવે કેટલું નુકસાન થયું તેને લઈને સર્વે કરવામાં આવશે.