અમદાવાદ વિદ્યાર્થીની હત્યાના બનાવનો માણાવદરમા વિરોધ
માણાવદરના બાંટવા સમસ્ત હિંદુ સમાજ દ્વારા અમદાવાદમાં 15 વર્ષના વિદ્યાર્થીની હત્યાના બનાવને પગલે માણાવદર મામલતદારને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું. આવેદનપત્રમાં જણાવ્યું છે કે અમદાવાદ મણીનગરના રહીશ એવા 15 વર્ષના વિદ્યાર્થી નયન ગીરીશકુમાર સંતાણી કે જેઓ મણીનગર અમદાવાદની 7 ડેથસ ઈંગ્લીશ મીડીયમ સ્કૂલમાં ધો.10માં અભ્યાસ કરતા હતા તેમની સ્કુલના જ અન્ય વિદ્યાર્થીઓ દ્વારા અત્યંત ઘાતકી રીતે સ્કુલ કેમ્પસમાં તા.19/8/2025ના રોજ હત્યા કરવામાં આવેલ.
આ બાળક ઘાતકી હુમલા બાદ અત્યંત ગંભીર રીતે ઈજાગ્રસ્ત હાલતમાં અડધી કલાક લોહીથી લથપથ પડેલ તેવું જાણવા મળેલ છે. આ બનાવ અનુસંધાને સમગ્ર સમાજમાં રોષ પ્રવર્તિ રહેલ છે.
આ બનાવના આરોપીઓને કડકથી કડક સજા થાય તેવા પગલા ભરવામાં આવે સાથે સ્કુલ મેનેજમેન્ટ, પ્રિન્સીપાલ કે અન્ય કોઈ શિક્ષકગણ અને સીકયુરીટી સ્ટાફ જવાબદાર હોય તેની સામે કડક પગલાં લેવામાં આવે. આ સાથે આ બધા શહેરોમાં સ્કુલો-કોલેજોમાં બાળકોની સુરક્ષાને લઈને સલામતીના કડક પગલા સુનિશ્ર્ચિત કરવામાં આવે તેવી માંગ બાંટવા સમસ્ત હિંદુ સમાજે કરી છે