For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

મહિલાઓનો થાળી વગાડી મનપામાં વિરોધ: ચેરમેન તાબડતોબ દોડ્યા

04:08 PM Aug 22, 2024 IST | Bhumika
મહિલાઓનો થાળી વગાડી મનપામાં વિરોધ  ચેરમેન તાબડતોબ દોડ્યા
Advertisement

સોસાયટીનો રસ્તો માથાભારે શખ્સોએ બંધ કરી દેતા ‘આ રસ્તો અમારો નહી તો કોઇનો નહીં તેમ કહી’, ડેપ્યુટી કમિશનર સી.કે.નંદાણી અને સ્ટેન્ડિંગ ચેરમેન જયમીનભાઈ ઠાકરને રજૂઆત કરી

રાજકોટ શહેરમાં માથાભારે શખ્સોનો ત્રાસ દિવસે દિવસે વધતો જાય છે. જે હવે ક્રાઇમ લોકેશન ધરાવતા વિસ્તારોમાં પગપેસારો કરી રહ્યો છે. ગઇકાલે અંબિકા ટાઉનશીપમાં દારૂના ધંધાર્થી ઉપર જનતા રેડ કરી પોલીસ વિભાગને ઢંઢોળવાનો પ્રયાસ કર્યો હતો અને આજે અંબિકા ટાઉનશિપમાં શ્રીનાથજી પાર્ક સોસાયટીનો મુખ્ય રસ્તો દબાણો કરી બંધ કરી દેવાતા સ્થાનિકો વીફર્યા હતા અને કોર્પોરેશન કચેરી ખાતે ધસી જઇ મહિલાઓએ થાળી વગાડી વિરોધ પ્રદર્શન કરી રસ્તો ખૂલ્લો કરવો કા આ રસ્તો અમારો નહીં તો કોઇ નો નહીં તેમ કહીં ડે.કમિશનર અને સ્ટે.ચેરમેનને ઉગ્ર રજુઆત કરતા ચેરમેન જયમીનભાઇ ઠાકર તમામ કામ પડતા મૂકી લોકો સાથે ઘટના સ્થળે પહોંચી દબાણો દૂર કરવાની અધિકારીઓને સૂચના આપી હતી.

Advertisement

વોર્ડ નં.11માં આવેલ અંબિકા ટાઉનશીપમાં માથાભારે શખ્સોનો ત્રાસ વધતો જવાની ઘણા સમયથી ફરિયાદો ઉઠવા પામી છે. જેમાં ગઇકાલે દેશી દારૂના ધંધાર્થીઓના ત્રાસથી કંટાળી લોકોએ જનતા રેડ કરી હતી. જ્યારે અંબિકા ટાઉશીપની જ શ્રીનાથજી પાર્ક સોસાયટીમાંથી પસાર થતો એક રસ્તો માથાભારે શખ્સોએ દબાણો કરી વર્ષોથી બંધ કરી દેતા આજે ગઇકાલની રેડ બાદ મિજાજ ગુમાવી ચુકેલ જનતાએ કોર્પોરેશનનની સેન્ટ્રલ ઝોન કચેરી ખાતે ધસી જઇ કચેરીના પરીસરમાં મહિલાઓએ થાળી વગાડી વિરોધ પ્રદર્શન કરી ડેપ્યુટી કમિશનર અને સ્ટેન્ડિંગ ચેરમેનને રજુઆત કરી જણાવેલ કે, અમારા ઉપર દર્શાવેલ એપાર્ટમેન્ટ શ્રી નાથજી પાર્કમાં આવેલ છે. જે ગોલ હાઇટસની પાછળ, મવડી પોલીસ હેડક્વાર્ટસ રોડ ઉપર આવેલ છે. આ સોસાયટીમાં અમારા એપાર્ટમેન્ટ પાસે શેરી નં.1 આવેલ છે. તેમાં ગેરકાયેદસર બાંધકામ કરી દબાણઓ કરેલ છે. આ જગ્યા ઉપરાંત કોર્પોરેશનની ટીપી 26ના પ્લોટ નં.6એની એ.ઇ .ડબલ્યુ. એસનો પ્લોટ આવેલ છે. તેની ઉપર પણ દબાણ કરી કાચા-પાકા મકાનો બનાવેલ છે અને હાલમાં પણ બનાવવાનું ચાલુ છે. આ જગ્યા ઉપર ઉભા કરેલ મકાનો ભાડે આપીને કમાવવાના રસ્તો અપનાવેલ છે.આ દબાણો માટે અમે તા.15/06/2022થી અવાર-નવાર રૂબરૂ તથા લેખિતમાં રજુઆત આપની કચેરીએ તથા ઝોન ઓફીસે રૂબરૂ રજુઆત કરવા આવેલ અને લેખીતમાં અરજીઓ આપેલ છે. છતા આજ સુધી કોઇ જાતની કાર્યવાહી કરવામાં આવી નથી.

વોર્ડ નંબર 11માં અંબિકા ટાઉનશિપમાં શ્રીનાથજી પાર્કમાં અનૈતિક પ્રવૃત્તિ (દારૂૂનું વેચાણ) જે અવૈધ જગ્યાનું દબાણ પણ છે ત્યાંથી થાય છે, એ બાબતે અવાર-નવાર મૌખિક અને લેખિત રજૂઆત કરેલ છે, તેમ છતાં ફક્ત ને ફક્ત ખાલી દિલાસાઓ અને ખોટા વાયદાઓ જ આપવામાં આવ્યા છે, દબાણ હટાવા માટેની કોઈ પણ પ્રકારની કાયદેસરની કામગીરી કરવામાં આવેલ નથી. હવે અમોને પાકો સમય આપો કે આપ અને તંત્ર દ્વારા આ દબાણ હટાવાની કામગીરી કેટલો સમયમાં કરી આપો છો? તે લેખિતમાં આપવા વિનંતી. અમારા તરફથી આપને 7 દિવસમાં આ દબાણનું યોગ્ય નિરાકરણ કરી આપશો એવી આશા રાખીએ છીએ.

અમારી સોસાયટીના કુલ 3 મુખ્ય માર્ગ ફાળવવામાં આવ્યા છે, રસ્તા નંબર 2 અને 3 અમારા ઉપયોગ માટે ખુલા છે અને રસ્તો નંબર 1 નકશામાં છે પણ અમો રહીશો ઉપયોગ કરી શકતા નથી કારણ કે તેના પણ ગેરકાયદેસરના કાચા-પાક્કા બાંધ- કામ કરેલ છે, અને હજુ નવા-નવા ગેરકાયદેસર બાંધ-કામ ચાલુ છે, તેના પર વીજળીનું ગેરકાયદેસર કનેકશન પણ ઉપયોગ કરે છે, એ જગ્યા જો અમારો હક્ક હોવા છતાં જો અમને ઉપયોગ કરવા માટે તમે ખુલ્લી કરાવીના શકો તો બીજા પણ ઉપયોગ કરી ના શકે એવી મંજૂરી અમો રહીશોને આપો તેમ જણાવી દિવસ 7માં કાર્યવાહી કરવાનું અલટીમેટમાં આપતા ચેરમેન જયમીનભાઇ ઠાકર સ્થાનિકો સાથે ઘટના સ્થળે પહોંચ્યા હતા.

ચોક્કસ વિસ્તારોમાં થાય છે સ્થાનિકોની સમસ્યા હલ
અંબિકા ટાઉનશિપની શ્રીનાથજીનો મુખ્ય માર્ગ બંધ કરી માથાભારે શખ્સોએ દબાણો કરી દેતા મહિલાઓએ આજે કોર્પોરેશન કચેરીમાં હલ્લાબોલ કરયું હતું. જેના પગલે સ્ટે.ચેરમેન જયમિનભાઇ ઠાકર તમામ કામ પડતા મૂકી સ્થાનિકો સાથે ઘટના સ્થળે દોડી ગયા હતા. ત્યારે કોર્પોરેશનમાં ચર્ચા જાગેલ કે લગભગ રોજે રોજ સમસ્યાઓ માટે લોકોના ટોળા કોર્પોરેશન કચેરીએ આવતા હોય છે. પરંતુ આજે વોર્ડ નં.11 એટલે કે, ભાજપના ગઢમાંથી લોકોએ વિરોધ પ્રદર્શન કરતા આ સમયે શહેર ભાજપ પ્રમુખ પણ કોર્પોરેશન ખાતે દોડી ગયા હતા અને સ્થાનિકો સાથે મિટીંગ યોજી ચેરમેન જયમીનભાઇ ઠાકરને તુરંત ઘટના સ્થળે પહોંચી સમસ્યા હાલ કરવાની સૂચના આપી હોય તેમ શ્રીનાથજી સોસાયટીનો રસ્તાનો પ્રશ્ર્ન એક ઝટકે હાલ કરાવી દીધો હતો. પરંતુ રોજે રોજ આવતા ટોળાઓના કામ માટે ચેરમેન કેમ દોડતા નથી અને ફક્ત અમીરોના વિસ્તારો તેમજ પોતાના મતદારો હોય તેવા વિસ્તારોમાં સાથે જઇને લોકોની મુશ્કેલીઓ હલ કરી રહ્યા છે. તેવી ચર્ચા જાગી હતી.

સાત દિવસમાં દબાણો દૂર કરવાની નોટિસ આપતા સ્ટે.ચેરમેન ઠાકર
અંબિકા ટાઉનશીપમાં આવેલ શ્રીનાથજી સોસાયટીનો મુખ્ય માર્ગ દબાણકરતાઓ બંધ કરી દેતા સ્થાનિકોએ કોર્પોરેશન કેચેરીએ ઉગ્ર રજુઆત કરતા સ્ટે.ચેરમેન જયમિનભાઇ ઠાકર સોસાયટીના રહીશો સાથે તુરંત દબાણ ગ્રસ્ત સ્થળે પહોંચ્યા હતા. સાથે ટીપી વિભાગના અધિકારીઓને પણ લઇ જતા તપાસ દરમિયાન માલૂમ પડેલ કે, મુખ્ય રસ્તા ઉપર વંડો તેમજ મકાનોના દબાણો થઇ ગયા છે. તેવી જ રીતે બાજુમાં આવેલ મહાનગરપાલિકાના અનેક પ્રકારના દબાણો થયેલ હોય. મ્યુનિસિપલ કમિશરને આ અંગેની જાણ કરી ટાઉન પ્લાનિંગ વિભાગ દ્વારા તમામ દબાણો સાત દિવસમાં દૂર કરવાની નોટીસ આપાઇ હતી અને જો સમય માર્યદામાં દબાણકરતાઓ જાતે દબાણ દૂર નહીં કરે તો તમામ દબાણોનું ડીમોલેશન કરવાના આદેશ આપ્યા હતા.

Advertisement
Tags :
Advertisement
Advertisement