For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

ગિરનાર પર મૂર્તિ તોડનાર નહીં પકડાય તો આંદોલન

01:48 PM Oct 08, 2025 IST | Bhumika
ગિરનાર પર મૂર્તિ તોડનાર નહીં પકડાય તો આંદોલન

વિશ્ર્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળ દ્વારા કલેક્ટરને આવેદન પાઠવી ચિમકી ઉચ્ચારી

Advertisement

ગિરનાર પર્વત પર 5,500 પગથિયે આવેલા ગુરુ ગોરખનાથ શિખર ઉપરના મંદિર અને પ્રતિમામાં થયેલી તોડફોડની ઘટનાને પગલે હિન્દુ સંગઠનોમાં ભારે આક્રોશ ફેલાયો છે. વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળ દ્વારા જૂનાગઢ કલેક્ટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું, જેમાં આરોપીઓને 48 કલાકની અંદર ઝડપી લેવાની અને સખત સજા કરવાની માંગણી કરવામાં આવી હતી. જો દોષિતોની ધરપકડ નહીં થાય તો જલદ આંદોલનની ચીમકી પણ ઉચ્ચારવામાં આવી છે.

બજરંગ દળ દ્વારા કલેક્ટરને પાઠવવામાં આવેલા આવેદનપત્રમાં જણાવ્યું હતું કે, ગત તારીખ 4/10/2025ની મોડી રાતથી 5/10/2025 ની વહેલી સવાર દરમિયાન ગિરનાર ઉપરના ગુરુ ગોરખનાથ શિખર પર આવેલ મંદિર અને પ્રતિમાની તોડફોડ કરીને તેને જંગલ વિસ્તારમાં ફેંકી દેવામાં આવી હતી.

Advertisement

સંગઠનોએ આક્ષેપ કર્યો કે આ કૃત્યથી સમગ્ર હિન્દુ સમાજની આસ્થાને ઊંડી ઠેસ પહોંચી છે, તેમ છતાં ઘટનાને 48 કલાકથી પણ વધુ સમય વીતી ગયો હોવા છતાં આવા અધર્મીઓની કોઈ ભાળ મળી નથી કે કોઈની ધરપકડ થઈ નથી.વધુમાં માંગણી કરી કે અમારી માંગ છે કે, ગૌરક્ષનાથ મંદિર પર તોડફોડ કરનારા આરોપીઓને તંત્ર વહેલી તકે પકડીને કાયદા મુજબની કાર્યવાહી કરે. જો આ મામલે આરોપીઓની ધરપકડ ઝડપથી નહીં થાય તો વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળ આવનારા સમયમાં ઉગ્ર આંદોલન કરશે. તેમજ સમગ્ર ગિરનાર તીર્થ ક્ષેત્રને નેત્રમ શાખાના કેમેરાથી સંપૂર્ણપણે આવરી લેવામાં આવે.

પરિક્રમા શરૂૂ થવાની છે, ત્યારે હિન્દુ વિરોધી તત્ત્વો આવી ઘટનાઓનું પુનરાવર્તન ન કરે તે માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત કાયમી ધોરણે ગોઠવવામાં આવે.ટઇંઙ અને બજરંગ દળે વહીવટી તંત્રને સ્પષ્ટ ચેતવણી આપી છે કે જો આ હીન કૃત્ય કરનાર અધર્મીઓની વહેલામાં વહેલી તકે ધરપકડ કરવામાં નહીં આવે, તો સંગઠનો સમગ્ર હિન્દુ સમાજને સાથે લઈને જલદ આંદોલનાત્મક કાર્યક્રમો કરવા માટે મજબૂર થશે. આ માંગણી સનાતન ધર્મના દેવાલયોની સુરક્ષા અને આસ્થાના રક્ષણ માટે કરવામાં આવી છે.

Advertisement
Tags :
Advertisement
Advertisement