રાજકોટ
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
ગુજરાતરાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયવ્યવસાયવિશેષ અંકReligious
Advertisement

પીજીવીસીએલના કોન્ટ્રાકટરો દ્વારા ભાવવધારા મુદ્દે વિરોધ પ્રદર્શન

11:39 AM Nov 14, 2024 IST | admin
Advertisement

વિવિધ માંગણી સાથે અધિક્ષક ઇજનેરને આવેદન પાઠવ્યું

Advertisement

સૌરાષ્ટ્ર કચ્છના 800 જેટલા પીજીવીસીએલના કોન્ટ્રાક્ટરો દ્વારા ભાવ વધારાના મુદ્દે વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે, જેના ભાગરૂૂપે આજે જામનગર પીજીવીસીએલની કચેરી ખાતે પણ કોન્ટ્રાક્ટર એસોસિએશનના હોદ્દેદારો દ્વારા વિરોધ પ્રદર્શન કરાયું હતું, અને પોતાની વિવિધ માગણી સાથે પીજીવીસીએલના અધિક્ષક ઈજનેરને આવેદનપત્ર પાઠવાયું છે.જે આવેદન પત્રમાં કોન્ટ્રાકટર એસો. દ્વારા જણાવાયા અનુસાર અમારા સંગઠન ધ્વારા વર્ષ 202ર થી સતત લેખિક તથા મૌખિક રજુઆતો કરીને ગુજરાત ઉર્જા વિકાસ નિગમ હેઠળની અન્ય ત્રણ ડીસ્કોમમાં જે ભાવો આપવામાં આવે છે. તેમાં ખાસ કરીને એમ. જી.વી.સી.એલ.માં અમારા કરતા 40 ટકા વધારે ભાવો હોઈ, તે મુજબનો ભાવ વધારો આપવા રજુઆતી કરવા છતાં કોઈ પરિણામ આવ્યું નથી.

ખુબ જ પ્રતિકુળ ભૌગોલિક વાતાવરણ તથા વારંવાર વાવાઝોડા તથા અતિવૃષ્ટિ જેવી કુદરતી આપત્તિઓ સમયે રાતદિવસ જોયા વગર કર્મયોગીઓ સાથે મળીને પાવર રીસ્ટોરેશન સમય મર્યાદામાં સુચારૂૂ રીતે કરી આપનાર કોન્ટ્રાકટર મિત્રોને તેમની વ્યાજબી રજુઆત છતાં ભાવ-વધારો કરી આપવામાં આવેલ ન હોઈ, સતત અમારા સંગઠનના સભ્યોમાં અસંતોષની લાગણી પ્રવર્તી રહી છે.જેથી તમામ કોન્ટ્રાક્ટર તા. 11/11/2024 ના સોમવાર સાંજે 6.00 વાગ્યા બાદ તમામ જાતની કામગીરી બંધ કરી ગાંધી ચિંધ્યા માર્ગે હડતાલ પર ઉતરે છે અને પોતાની માંગણી સંતોષવાના સંદર્ભમાં પીજીવીસીએલના અધિક્ષક ઇજનેરને વિસ્તૃત આવેદનપત્ર પાઠવ્યું છે.

Tags :
gujaratgujarat newsPGVCL
Advertisement
Next Article
Advertisement