વોટ ચોરી અંગે શહેર કોંગ્રેસ અને NSUI દ્વારા કરાયું વિરોધ પ્રદર્શન
05:40 PM Aug 13, 2025 IST | Bhumika
Advertisement
વોટ ચોરી અંગે વિવાદ થતા આજે રાજકોટનાં વિરાણી ચોકમા શહેર કોંગ્રેસ અને NSUI દ્વારા પ્લે કાર્ડ દર્શાવી અને વિરોધ પ્રદર્શન કરવામા આવ્યુ હતુ.
આ અંગે કાર્યકતાઓએ જણાવ્યુ હતુ કે ભાજપ સરકારની વોટ ચોરી ની હકીકત આજે લોકો સમક્ષ ઉજાગર થઈ ગઈ છે. વોટ ચોરી સામેની લડાઈ કોઈ રાજનીતિક લડાઈ નથી, આ લડાઈ આપડા હકની લડાઈ છે. સંવિધાન બચાવવાની લડાઈ છે.
Advertisement
ચૂંટણી પંચ શા માટે ઈલેક્ટ્રોનિક ડેટા કે વીડિયોગ્રાફી સોંપી રહ્યું નથી. ભાજપ અને ચૂંટણી પંચે સાથે મળીને એક લાખ મતની ચોરી કરી. 12,000 ડુપ્લિકેટ વોટર ઉભા કર્યા. 40,000 મતદારોના નકલી એડ્રેસ બનાવ્યા. તેમજ 10,400 મતદારોએ એક જ સરનામા પરથી મત આપ્યા.
ચૂંટણી પંચ પાસે ગુજરાત NSUI ની સ્પષ્ટ માંગણી છે કે પારદર્શિતા બતાવો અને મતદારોની ડિજિટલ યાદી જાહેર કરો જેથી જાહેર જનતા અને રાજકીય પક્ષો પોતાનું ઓડિટ કરી શકે.
Advertisement